લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

પુરુષના શરીરમાં સ્ત્રી પ્રજનન અંગો કેવી રીતે? 26 વર્ષના યુવકના દુર્લભ કેસમાં સર્જરી બાદ સામે આવ્યું મોટું રહસ્ય

by

Thenewsdk

Updated: 09-09-2026, 04.51 PM

Follow us:

દિલ્હીના રાજોરી ગાર્ડન વિસ્તારની એક હોસ્પિટલમાં તબીબી જગતને ચોંકાવી દે એવો દુર્લભ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 26 વર્ષનો યુવક પોતાનો સામાન્ય ફર્ટિલિટી ટેસ્ટ (પ્રજનન ક્ષમતાની તપાસ) કરાવવા આવ્યો હતો પરંતુ, જ્યારે ડૉક્ટરોએ તેના પેટની અંદર તપાસ કરી ત્યારે તેના પેલ્વિક એરિયામાં ગર્ભાશય (યુટ્રસ) અને ફેલોપિયન ટ્યુબ જેવા સ્ત્રી અંગો મળી આવ્યા હતા. હોસ્પિટલના ઈતિહાસમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ હતો.

MRI અને જેનિટિક ટેસ્ટમાં થયો મોટો ખુલાસો
કેસની વિગતો આપતાં ડૉ. સુશીલ ખરબંદાએ જણાવ્યું હતું કે યુવકના પ્રારંભિક ટેસ્ટ બાદ જ્યારે MRI કરવામાં આવ્યું ત્યારે તેના પેટની અંદર ગર્ભાશય અને બે ફેલોપિયન ટ્યુબ જેવી રચનાઓ જોવા મળી હતી. ત્યારબાદ તેનો ક્રોમોસોમ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનિટિક રિપોર્ટમાં તેનો ક્રોમોસોમ પેટર્ન 46, XY મળ્યો હતો, જે સામાન્ય પુરુષોમાં હોય છે. યુવકનો બાહ્ય શારીરિક વિકાસ, અવાજ અને દેખાવ સંપૂર્ણપણે પુરુષ જેવો જ હતો.

ઝીરો સ્પર્મ કાઉન્ટ અને ગુમ થયેલા ટેસ્ટિકલ્સ
ફર્ટિલિટી તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે યુવકનો સ્પર્મ કાઉન્ટ શૂન્ય (Zero Sperm Count) હતો. આ સાથે ડૉક્ટરોને બીજી એક અસામાન્ય બાબત એ જોવા મળી કે યુવકના બંને અંડકોષ (Testicles) તેમની કુદરતી થેલીમાં નહોતા, પરંતુ પેટની અંદર જ રહી ગયા હતા. તબીબી ભાષામાં આ સ્થિતિને Persistent Müllerian Duct Syndrome (PMDS) તરીકે ઓળખવામાં આવે છે.

શું છે આ દુર્લભ PMDS બીમારી?
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, PMDS એ જન્મજાત (Congenital) સ્થિતિ છે. સામાન્ય રીતે ગર્ભમાં બાળકનો વિકાસ થતો હોય ત્યારે પુરુષ ભ્રૂણમાં થોડા સમય માટે ગર્ભાશય અને ટ્યુબ બને છે, પરંતુ જન્મ પહેલાં જ તે આપોઆપ નાશ પામે છે પરંતુ, PMDSથી પીડિત બાળકમાં આ રચનાઓ નષ્ટ થતી નથી અને પેટમાં જ રહી જાય છે. ઘણા કિસ્સાઓમાં વ્યક્તિ પુખ્ત વયનો થાય ત્યાં સુધી તેને આ અંગે કોઈ ખ્યાલ આવતો નથી.

લેપ્રોસ્કોપિક સર્જરી વડે કેન્સરનું જોખમ ટાળવામાં આવ્યું
સ્થિતિની પુષ્ટિ કરવા માટે ડૉક્ટરોએ લેપ્રોસ્કોપી કરી હતી, જેમાં અપૂર્ણ રીતે વિકસિત ગર્ભાશય અને પેટમાં અંદર રહી ગયેલા બંને અંડકોષ જોવા મળ્યા હતા. પેટમાં અંદર લાંબો સમય અંડકોષ રહેવાના કારણે તેમાં કેન્સર થવાનું જોખમ ખૂબ વધી જાય છે. આથી ડૉક્ટરોની ટીમે સફળ લેપ્રોસ્કોપિક સર્જરી કરીને ગર્ભાશય અને ખરાબ થઈ ગયેલા અંડકોષને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤