લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Ahmedabad Crime News : અમદાવાદના CTM પાસેથી ₹5 લાખના 9.8 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા

by

Thenewsdk

Updated: 07-07-2026, 12.17 PM

Follow us:

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં ડ્રગ્સ સપ્લાયના નેટવર્ક પર વધુ એક મોટો ઘા મારી સીટીએમ વિસ્તારમાંથી 9.800 કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

નારોલ-નરોડા રોડ પર ગોઠવાયેલી ટ્રેપ દરમિયાન પોલીસે મહારાષ્ટ્રથી સપ્લાય માટે લાવવામાં આવેલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. ડ્રગ્સ, રિક્ષા અને મોબાઈલ સહિત કુલ 5.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

બાતમીના આધારે સીટીએમમાં ગોઠવાઈ ટ્રેપ મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી, કે રામોલનો રહેવાસી મોહમ્મદ સાજીદ પઠાણ પોતાની રીક્ષા લઈને સીટીએમ ખાતે ચુનીલાલ પાર્ક સોસાયટી પાસે સર્વિસ રોડ પર ગાંજાની ડિલિવરી લેવા ઉભો છે.

મહારાષ્ટ્રથી ઇસરાયલ ખાન નામનો શખ્સ તેને ડ્રગ્સનો જથ્થો પહોંચાડવા આવવાનો હતો. બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક ટ્રેપ ગોઠવી સમગ્ર વિસ્તારમાં વોચ ગોઠવી હતી.

ડીલ થાય એ પહેલાં જ બંને આરોપી ઝડપાયા પોલીસે બાતમી મુજબની સીએનજી રીક્ષા સ્થળ પર ઉભેલી જોઈ હતી. થોડા સમય બાદ એક્સપ્રેસ જંકશન તરફથી એક વ્યક્તિ પોતાના ખભા પર બે બેગ લઈને રીક્ષા તરફ આવ્યો હતો. રીક્ષાચાલક સાજીદ નીચે ઉતરીને તેની પાસેથી એક બેગ લેતો હતો,

ત્યારબાદ બંને રીક્ષામાં બેસીને વાતચીત કરી રહ્યા હતા. આ જ ક્ષણે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન ઇસરાયલ ખાન પાસે રહેલી બંને બેગમાંથી કુલ 9.800 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે ગાંજા સાથે 2 મોબાઈલ ફોન અને ઓટો રીક્ષા સહિત કુલ 5,60,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤