લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Gujarat Rain Update : 155 તાલુકા ભીંજાયા, દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદનું એલર્ટ

by

Thenewsdk

Updated: 28-07-2026, 10.49 AM

Follow us:

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 155 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ક્યાંય અતિભારે વરસાદ નોંધાયો નથી. જોકે દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જેતપુર પાવીમાં સૌથી વધુ 2.68 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાં રાજ્યમાં સૌથી વધુ 2.68 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ દાહોદના લીમખેડામાં 2.09 ઇંચ, મહીસાગરના સંતરામપુરમાં 1.93 ઇંચ, અમદાવાદના ધંધુકામાં 1.77 ઇંચ, ખેડાના ઠાસરામાં અને દાહોદના ફતેપુરામાં 1.73-1.73 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત, બનાસકાંઠાના અમીરગઢમાં 1.69 ઇંચ, ખેડાના મહેમદાવાદમાં 1.65 ઇંચ, અમદાવાદના દસ્ક્રોઈમાં 1.54 ઇંચ, પાલનપુરમાં 1.50 ઇંચ, ધોળકા અને મહીસાગરના કડાણામાં 1.46, તેમજ કઠલાલ, ધોલેરા, કાલોલ, નાનાપોંઢા, ચુડા, ખંભાત, છોટાઉદેપુર, આંકલાવ, કપરાડા, નવસારી, બાયડ, સાઠંબા અને ઘોઘંબા સહિતના વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે આજે (28 જુલાઈ) અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤