લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Gujarat Rain Update : અમદાવાદ સહિત ધોળકા-ધંધુકામાં મેઘમહેર! 11 જિલ્લામાં યલો એલર્ટ, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

by

Thenewsdk

Updated: 27-07-2026, 10.39 AM

Follow us:

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ યથાવત છે. અમદાવાદમાં મોડીરાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો હતો, જ્યારે ધોળકા, ધંધુકા અને ધોલેરા પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે રાજ્યના 11 જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ 30 જુલાઈથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં સામાન્ય વરસાદે જ જળબંબાકાર સર્જ્યો
અમદાવાદના સાયન્સ સિટી, થલતેજ, વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ વરસ્યો હતો. એસ.જી. હાઇવેના થલતેજ સર્વિસ રોડ, ચાણક્યપુરી અને સ્ટર્લિંગ સિટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ ઘરો સુધી વરસાદી પાણી પહોંચતાં લોકોને ઘરનો સામાન સુરક્ષિત સ્થળે ખસેડવો પડ્યો હતો.

ધંધુકા-ધોલેરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
ધંધુકા વિસ્તારમાં અંદાજે એક ઇંચ અને ધોલેરા પંથકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સોમવાર હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ભારે વરસાદ વચ્ચે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

11 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગે આજે વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત કુલ 11 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હાલ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે.

30 જુલાઈથી નવી સિસ્ટમ સક્રિય થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં નવી ‘વેલમાર્ક્ડ લો પ્રેશર’ સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે 30 જુલાઈથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. 30 જુલાઈએ છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤