લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

રાજ્યમાં 225 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સુરતમાં ભારે વરસાદના પગલે શાળા-કોલેજો બંધ

by

Thenewsdk

Updated: 07-07-2026, 05.19 PM

Follow us:

Gujarat News : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગતરોજ સોમવારે 160થી વધુ તાલુકાઓ પાણી ભરાયા હતા. ત્યારે સુરતના કામરેજમાં સાડા છ ઈંચ અને સુરતમાં 5 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. સુરતમાં અતિભારે વરસાદના કારણે આજે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને આંગણવાડીમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરાઈ છે.

નવસારીમાં કોઝવે અને અંડરપાસ પાણીમાં ગરકાવ

જ્યારે નવસારીમાં ભારે વરસાદના પગલે કોઝવે અને અંડરપાસ પાણીમાં ગરકાવ થતા જિલ્લાના 26 મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરાયો હતો. અમરેલી જિલ્લામાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા 10માંથી 7 મોટા જળાશયો ઓવરફ્લો થયા છે. આ ભારે પાણીની આવકને કારણે મોડીરાત્રે ઠેબી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જોકે મેઘરાજાએ વિરામ લેતાં હાલ ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા રખાયા છે.

સોનગઢમાં ઐતિહાસિક ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો

જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના તાપી જિલ્લામાં સોનગઢમાં ગાયકવાડી શાસન સમયનો ઐતિહાસિક ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો હતો. આ ડેમની સપાટી પરથી 2.4 સેન્ટીમીટર જેટલું પાણી વહી રહ્યું હોવાથી 17 ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. જેમાં સાગબારા અને ચીકદા પંથકમાં નદી-વાળાઓ ભરાતા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. અને ગરીબોની ઘરવખરી તણાઈ હતી.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤