લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગાંધીનગરના રાયસણના બિઝનેસ પાર્કના બેઝમેન્ટમાં કારમાંથી વિધર્મી યુવક કઢંગી હાલતમાં યુવતી સાથે ઝડપાયો

by

Thenewsdk

Updated: 04-07-2026, 10.30 PM

Follow us:

ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા બિઝનેસ પાર્કના બેઝમેન્ટમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં વિધર્મી યુવક અને યુવતી ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે.

માહિતી અનુસાર, બેઝમેન્ટમાં પાર્ક કરેલી બંધ કારમાં બંને કઢંગી હાલતમાં મળતા સ્થળ પર ચકચાર મચી ગઈ હતી. PDPU રોડ નજીક બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે.

બેઝમેન્ટમાં બંધ કારમાંથી યુવક-યુવતી ઝડપાયા

મળતી માહિતી મુજબ, બેઝમેન્ટમાં ઉભેલી કારમાંથી યુવક અને યુવતી શંકાસ્પદ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. આસપાસના લોકોએ જોતા તેમણે બજરંગ દળને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. ઘટનાને લઈને વિસ્તારમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

વસીમ પઠાણ નામના યુવકે રાહુલ પટેલ નામ ધારણ કરી હિન્દુ યુવતીને ફસાવી હતી. અને આગળ પણ ઘણી યુવતીઓને ફસાવી ચૂક્યો છે. ઘટના બહાર આવતા આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

બજરંગદળ અને VHPના નેતાની પ્રતિક્રિયા

આ મામલે બજરંગદળ અને VHPના ગાંધીનગરના નેતા ગણપતસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, આવા બનાવો સામે કડક પગલાં લેવાં જરૂરી છે.

હાલ પોલીસે યુવકને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા તથ્યોની ચકાસણી બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤