લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Kutch News: કુકમા પાસે ‘નમો ભારત’ ટ્રેનમાં ટેક્નિકલ ખામી, મુસાફરો અટવાયા; કલાકો બાદ વૈકલ્પિક એન્જિનથી ટ્રેન ફરી શરૂ

by

Thenewsdk

Updated: 15-07-2026, 10.31 AM

Follow us:

અમદાવાદથી ભુજ આવી રહેલી નમો ભારત ટ્રેનમાં અચાનક લાઇટિંગ પાવરની ગંભીર ખામી સર્જાઈ હતી. પાવર સપ્લાયમાં સમસ્યા થતાં ટ્રેન કુકમા સ્ટેશન નજીક થંભી ગઈ હતી. એસી બંધ થઈ જતા મુસાફરોને ગૂંગળામણનો સામનો કરવો પડ્યો અને હવા માટે ટ્રેનના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.

વૈકલ્પિક એન્જિનથી ટ્રેન રવાના
ટ્રેન લાંબા સમય સુધી અટવાઈ રહેતા બાળકો, મહિલાઓ સહિતના મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી. મોડી રાત્રે સુરક્ષા અને સુવિધાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ રેલવે તંત્રે વૈકલ્પિક એન્જિનની વ્યવસ્થા કરી અને ટ્રેનને ફરીથી ભુજ તરફ રવાના કરી હતી.

નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી
ટેકનિકલ ખામીને કારણે નમો ભારત ટ્રેન અંદાજે ત્રણ કલાક મોડી પહોંચી હતી. જેના કારણે મુસાફરોના આગળના તમામ આયોજનો પ્રભાવિત થયા હતા. ઘટનાના પગલે રેલવે તંત્રે ટ્રેનની તપાસ હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં આવી ટેકનિકલ સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤