લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! 240 તાલુકામાં વરસાદ, અમદાવાદથી દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદની ચેતવણી

by

Thenewsdk

Updated: 14-09-2026, 02.18 PM

Follow us:

હવામાન વિભાગના તાજા આંકડા અને નકશા અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે અલગ-અલગ ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને મધ્ય અને પૂર્વ ગુજરાતમાં સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવી છે.

સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના કુલ 240 તાલુકામાં નાનો-મોટો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે.

અમદાવાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, બોટાદ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ અને સુરત જિલ્લામાં મધ્યમ વરસાદની વ્યાપક શક્યતા છે. આ વિસ્તારોમાં 5થી 15 મિમી પ્રતિ કલાકની ઝડપે વરસાદ પડી શકે છે. હળવા ગાજવીજ સાથે પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની શક્યતા છે. સાથે જ જમીન પર વીજળી પડવાની 30થી 60 ટકા જેટલી સંભાવના દર્શાવવામાં આવી છે.

18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં 5 મિમી પ્રતિ કલાકથી ઓછો હળવો વરસાદ અને છૂટાછવાયા ગાજવીજની શક્યતા છે. વીજળી પડવાની સંભાવના 30 ટકાથી ઓછી રહેવાની આગાહી છે.

ગાજવીજ દરમિયાન સાવચેતી રાખવાની સલાહ
હવામાન વિભાગે નાગરિકોને બદલાતા હવામાન પર નજર રાખવા અને ગાજવીજ દરમિયાન સલામત સ્થળે રહેવાની સલાહ આપી છે. ગાજવીજ અને વાવાઝોડાની સ્થિતિમાં ઝાડ નીચે આશરો ન લેવા તેમજ વીજ ઉપકરણોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વાહનવ્યવહાર અને નાગરિકોની અવરજવર પર નજર રાખવા પણ તંત્રને સૂચના અપાઈ છે.

24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવી છે. સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના કુલ 240 તાલુકામાં નાનો-મોટો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤