લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

નારણપુરામાં ભાડાના મકાનમાં ચાલતું ઓનલાઈન સટ્ટા-ગેમિંગ

by

Thenewsdk

Updated: 26-06-2026, 03.23 PM

Follow us:

નારણપુરામાં ભાડાના મકાનમાં ચાલતું ઓનલાઈન સટ્ટા-ગેમિંગ


શહેરના નારણપુરા વિસ્તારમાંથી ઓનલાઈન સટ્ટા અને સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ભાડેથી મકાન રાખીને પ્રતિબંધિત ઓનલાઇન ગેમિંગના નાણાં મ્યુલ એકાઉન્ટ મારફતે હેરફેર કરતી ગેંગ છ માસથી રેકેટ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ દેશવ્યાપી કૌભાંડમાં નારણપુરા પોલીસે રાજસ્થાનના પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પ્રતિબંધિત ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

વિગતે વાત કરીએ તો, નારણપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેઓએ બાતમીના આધારે નારણપુરામાં આવેલા જીતેન્દ્રનગર આદર્શનગરના એક મકાનમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન વિવિધ બેંકોના ૪૦ જેટલા એટીએમ કાર્ડ, ચેકબુક, પાસબુક, ૧૭ ફોન અને ૩૦ જેટલા સીમકાર્ડ મળી આવ્યા હતા. બાદમાં સમગ્ર મામલે તપાસ કરતા અહીં ગેરકાયદે ઓનલાઇન ગેમિંગ રમાડવાનું મોટું નેટવર્ક ચલાવતું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

હાલ આ મામલે નારણપુરા પોલીસે ઓનલાઈન ગેમિંગ શંકાસ્પદ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી છેતરપિંડીનો ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે પકડેલા આરોપીની ઓળખ વિશાલ બાલોટિયા, સચીન બોકોલીયા, સોનુ બડાલીયા, મુન્નારામ નવલ અને છોટુરામ નવલ તરીકે થઈ છે. પકડાયેલ તમામ આરોપી મૂળ રાજસ્થાન અને માસ્ટર માઈન્ડ આરોપીઓમાં વિશાલ બાલોટિયા છે. જેઓ નારણપુરામાં ઘર ભાડે રાખીને રહેતા હોવાનું અને અહીં ગેરેજમાં કે અન્ય જગ્યાએ મજૂરી કામ કરવાની સાથે ગેરકાયદે ઓનલાઇન ગેમિંગ રમાડવા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

વધુમાં તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આ લોકો પ્રતિબંધિત રેડ્ડી અન્ના નામની ગેમિંગ એપ પર ઓનલાઇન ગેમ રમાડતા હતા. રેડ્ડી અન્ના નામની એપ્લીકેશનમાં તેઓ ક્રિકેટ, ફૂટબોલ જેવી ગેમ ઓનલાઇન રમાડવા માટે આઇડી બનાવી આપી નાણાં મેળવતા હતા. આ આઇડી ધારકો પાસેથી મેળવવામાં આવતા નાણાં વિવિધ મ્યૂલ એકાઉન્ટમાં જમા થતા હતા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે તમામ એકાઉન્ટ મામલે તપાસ શરૂ કરી છે.

હાલ આ મામલે પોલીસ બેંક એકાઉન્ટની વિગતો તપાસતા મળી આવેલ બેંક એકાઉન્ટ વિરુદ્ધ ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છેતરપિંડીના કેસ નોંધાયા છે. જે એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયા હતા. બીજી બાજુ અત્યાર સુધીમાં પ્રતિબંધિત ગેમિંગ એપ્લીકેશન માધ્યમથી કેટલા પૈસા મેળવ્યા છે અને કેટલા લોકો ગેમિંગ એપનો ઉપયોગ કરતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ ઝડપાયેલા આ આરોપીઓ વિદેશમાં સક્રિય ચાઇનીઝ સહિતની અન્ય ગેંગ માટે કામ કરતા એજન્ટ સાથે સંકળાયેલા હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ ૪૦ જેટલા એટીએમ કાર્ડ મળતા મ્યુલ એકાઉન્ટના કૌભાંડ દેશ વ્યાપી હોવાની શંકાને પગલે નારણપુરા પોલીસ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ત્યારે આ મામલે આગામી સમયમાં શું નવા ખુલાસાઓ સામે આવે છે તે જોવું રહ્યું!



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤