લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ખેડૂત જ દેશનો સાચો હિરો”, હકાભા ગઢવી બાદ હવે દેવ પગલી પણ

by

Thenewsdk

Updated: 26-06-2026, 03.25 PM

Follow us:

ખેડૂત જ દેશનો સાચો હિરો”, હકાભા ગઢવી બાદ હવે દેવ પગલી પણ


ખેડૂત માત્ર ખેતરમાં પાક ઉગાડતો વ્યક્તિ નથી, પરંતુ સમગ્ર સમાજના જીવનને ચલાવતો આધારસ્તંભ છે

ખેડૂતો મુદ્દે લોકસાહિત્યકાર હકાભા ગઢવી બાદ હવે રોકસ્ટાર દેવપગલી પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે લોકગાયક દેવ પગલીએ પણ ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે,, ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવનાર કલાકાર હકાભા ગઢવીનો પ્રયાસ પ્રશંસાને પાત્ર છે અને તેઓ વ્યક્તિગત રીતે ખેડૂતોની સાથે ઉભા છે.

દેવ પગલીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેથી ખેડૂતની મહેનત, સંઘર્ષ અને જીવનને ખૂબ નજીકથી સમજે છે. તેમના મતે ખેડૂત માત્ર ખેતરમાં પાક ઉગાડતો વ્યક્તિ નથી, પરંતુ સમગ્ર સમાજના જીવનને ચલાવતો આધારસ્તંભ છે. દેશના દરેક ઘરમાં પહોંચતું અનાજ ખેડૂતની સતત મહેનત અને ત્યાગનું પરિણામ છે. તેમણે ખેડૂતોના દૈનિક જીવનની વાત કરતાં કહ્યું કે, ગરમી, ઠંડી કે વરસાદ જેવી પરિસ્થિતિઓની ચિંતા કર્યા વગર ખેડૂત ખેતરમાં દિવસ-રાત મહેનત કરે છે. ઘણીવાર પોતાની સુખ-સુવિધા કરતાં ખેતી અને ઉત્પાદનને પ્રાથમિકતા આપતા ખેડૂતોને સમાજ અને સરકાર બંને તરફથી યોગ્ય સહયોગ અને ન્યાય મળવો જરૂરી છે.

દેવ પગલીએ સરકારને પણ સંવેદનશીલ અભિગમ અપનાવી ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે જો ખેડૂત આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનશે તો તેનો સીધો લાભ સમગ્ર દેશને મળશે. અંતમાં તેમણે લોકોને પણ સંદેશ આપ્યો કે, ખેડૂતો માટે સકારાત્મક રીતે અવાજ ઉઠાવનારાઓને સમર્થન આપવું જોઈએ અને ખેડૂતના યોગદાનને યોગ્ય માન-સન્માન આપવું જાઈએ. તેમના શબ્દોમાં, દેશની પ્રગતિ અને સુખાકારીનો આધાર ખેડૂતના પરિશ્રમ પર ટકેલો છે અને એક ખેડૂત ખરેખર સમાજનો સાચો હિરો છે.

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ૨૧ જૂનના રોજ લોકકલાકાર હકાભા ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. આ તરફ ખેડૂતોની માંગણીઓને લઈને શરૂ થયેલા આમરણાંત ઉપવાસ આંદોલનના ચોથા દિવસે યોજાયેલા આ લોકડાયરામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

જેતપર ગામમાં ખેડૂતો વીજ લાઇન સંબંધિત મુદ્દે લાંબા સમયથી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવે અને યોગ્ય ઉકેલ લાવવામાં આવે. આ મુદ્દે ખેડૂતો સતત વિવિધ પ્રકારના વિરોધ કાર્યક્રમો યોજી રહ્યા છે, છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય કે ઉકેલ સામે આવ્યો નથી. આ દરમિયાન લોકકલાકાર હકાભા ગઢવીએ ખેડૂતોના સમર્થનમાં કોઈ પણ પ્રકારની ફી લીધા વગર લોકડાયરો રજૂ કરીને સામાજિક સહભાગિતાનો સંદેશ આપ્યો. ડાયરાના માધ્યમથી ખેડૂતોના મનોબળને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપવાસ છાવણી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકોનો ઉત્સાહ અને ખેડૂતો પ્રત્યેનો સહકાર સ્પષ્ટ જોવા મળ્યો.

ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા હતા અને તેઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે યોગ્ય નિરાકરણ ન મળે ત્યાં સુધી તેઓ સંઘર્ષ ચાલુ રાખશે. બીજી તરફ, સતત કાર્યક્રમો અને વિરોધ છતાં તંત્ર તરફથી હજુ સુધી કોઈ નોંધપાત્ર પ્રતિસાદ ન મળતા સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે. હવે ખેડૂતોની માંગણીઓ ક્યારે સ્વીકારાશે અને આ સમગ્ર મુદ્દાનો ઉકેલ ક્યારે આવશે તે ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤