લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદમાં વરસાદી માહોલ, 24 કલાકમાં સરખેજ ટોપ પર; જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

by

Thenewsdk

Updated: 06-07-2026, 10.53 AM

Follow us:

Rain Update: અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 જુલાઈની સવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, સાઉથ વેસ્ટ ઝોનમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર કરી છે. ખાસ કરીને સરખેજ અર્બન હેલ્થ વિસ્તારમાં 103.50 મિલીમીટર એટલે કે અંદાજે 4.07 ઇંચ વરસાદ નોંધાતા આ વિસ્તાર શહેરમાં સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર બન્યો છે.

સરખેજ અને બોપલ સહિત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વધુ વરસાદ

AMCના આંકડા મુજબ, સરખેજ અર્બન હેલ્થ બાદ સરખેજ વિસ્તારમાં 65.00 mm એટલે, કે અંદાજે 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય બોપલમાં 14.00 mm અને લાંભામાં 10.50 mm વરસાદ નોંધાતા સાઉથ વેસ્ટ અને દક્ષિણ ઝોનમાં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહ્યું હતું. ઇન્દ્રપુરી, બાકરોલ, વટવા અને રામોલ જેવા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ-10 વિસ્તાર

છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ વરસાદ સરખેજ અર્બન હેલ્થ વિસ્તારમાં નોંધાયો હતો. AMCના આંકડા મુજબ ટોપ-10 વિસ્તારોમાં વરસાદની સ્થિતિ આ મુજબ રહી હતી:

  • સરખેજ અર્બન હેલ્થ – 103.50 mm (અંદાજે 4.07 ઇંચ)
  • સરખેજ – 65.00 mm (અંદાજે 2.56 ઇંચ)
  • બોપલ – 14.00 mm (અંદાજે 0.55 ઇંચ)
  • લાંભા – 10.50 mm (અંદાજે 0.41 ઇંચ)
  • ઇન્દ્રપુરી – 6.00 mm (અંદાજે 0.24 ઇંચ)
  • બાકરોલ – 4.50 mm (અંદાજે 0.18 ઇંચ)
  • જોધપુર ઝોનલ – 3.00 mm (અંદાજે 0.12 ઇંચ)
  • વટવા – 3.00 mm (અંદાજે 0.12 ઇંચ)
  • રામોલ – 2.00 mm (અંદાજે 0.08 ઇંચ)
  • જોધપુર – 2.00 mm (અંદાજે 0.08 ઇંચ)

ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ, કેટલાકમાં શૂન્ય નોંધાયો

આ સિવાય મણિનગર, કઠવાડા અને વાસણા જેવા વિસ્તારોમાં 1 mmથી 1.50 mm જેટલો સામાન્ય વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ઉત્તર પશ્ચિમ ઝોનના સાયન્સ સિટી, બોડકદેવ અને ગોતા સહિત મધ્ય ઝોનના દૂધેશ્વર અને કાલુપુર જેવા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો નહોતો. શહેરમાં અત્યાર સુધીની સિઝનનો કુલ સરેરાશ વરસાદ 67.91 mm એટલે કે 2.68 ઇંચ પર પહોંચી ગયો છે.

Tags :

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤