લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Rajkot Domestic Violence Case : રાજકોટમાં પતિનો હેવાની ચહેરો! શિક્ષિકા સાથે અફેરનો વિરોધ કરતાં પત્નીનું ગળું દબાવી ઢોર માર માર્યો, ઘટના CCTVમાં કેદ

by

Thenewsdk

Updated: 28-07-2026, 05.04 PM

Follow us:

રાજકોટ શહેરમાં પતિ, પત્ની અને ત્રીજી વ્યક્તિ વચ્ચેના સંબંધોને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પરિણીતાએ પોતાના પતિ પર દીકરીને ટ્યુશન ભણાવતી શિક્ષિકા સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનો દાવો છે, કે જ્યારે તેણે આ સંબંધનો વિરોધ કર્યો ત્યારે પતિએ જાહેરમાં ગળું પકડીને ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારબાદ પીડિત મહિલા મીડિયાની સામે આવીને ન્યાયની માંગ કરી રહી છે.

CCTVમાં કેદ થઈ મારઝૂડની ઘટના
વાયરલ થયેલા CCTV ફૂટેજમાં પતિ કારખાનામાં પત્નીને પહેલા ખુરશી પર જ બંને હાથથી પકડી રાખતો જોવા મળે છે. ત્યારબાદ તે મહિલા પર સતત હુમલો કરે છે અને તેને ખુરશી પરથી નીચે પાડી દે છે. મહિલા છોડવા માટે આજીજી કરતી હોવા છતાં આરોપી પતિ માર મારતો રહે છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે.

‘પતિનું દીકરીની શિક્ષિકા સાથે અફેર છે’
પીડિત મહિલાએ મીડિયાને જણાવ્યું કે ચાર વર્ષ પહેલાં તેમની દીકરી ધોરણ-12માં અભ્યાસ કરતી હતી અને તે સમયે એક શિક્ષિકા ઘરે ટ્યુશન આપવા આવતી હતી. મહિલા મુજબ, તે શિક્ષિકા તેમને ‘આન્ટી’ અને તેમના પતિને ‘અંકલ’ કહી સંબોધતી હતી. ઘણી વખત મોડું થતાં પતિ તેને ઘરે મૂકવા પણ જતા હતા. મહિલાનો આરોપ છે, કે બાદમાં તેમને પતિ અને શિક્ષિકા વચ્ચે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. આ મુદ્દે અગાઉ મહિલા પોલીસ સમક્ષ અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ બંનેએ પોતાને ભાઈ-બહેન સમાન હોવાનું કહી સમાધાન કરાવી લીધું હતું. તેમ છતાં સંબંધ ચાલુ રહેતાં વિરોધ કરતાં ફરી મારઝૂડ થઈ હોવાનું મહિલાએ જણાવ્યું છે.

‘વિડિયો ડિલીટ નહીં કરું તો જેલમાં પૂરાવી દઈશ તેવી ધમકી’
પરિણીતાએ વધુમાં આરોપ લગાવ્યો, કે મારઝૂડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ પતિ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. તેમના જણાવ્યા મુજબ પતિએ વીડિયો ડિલીટ નહીં કરે તો ખોટા કેસમાં ફસાવી ત્રણ વર્ષ સુધી જેલમાં મોકલી દેવાની ધમકી આપી છે.

‘હું રઝળી પડી છું, મને ન્યાય જોઈએ’
મહિલાએ જણાવ્યું, કે તેમના પિતાનું નવ મહિના પહેલાં અવસાન થયું છે અને પરિવાર તરફથી પણ પૂરતો સાથ મળી રહ્યો નથી. તેમના કહેવા મુજબ સાસરી પક્ષ પણ પતિનું સમર્થન કરી રહ્યો છે અને તેમની ફરિયાદને ગંભીરતાથી લેતો નથી. પીડિતાનું કહેવું છે કે તે સતત માનસિક અને શારીરિક ત્રાસનો ભોગ બની રહી છે અને હવે તેને માત્ર ન્યાયની અપેક્ષા છે.

પોલીસ ફરિયાદ હજુ નોંધાઈ નથી
હાલ સુધી મહિલાએ આ મામલે નવી પોલીસ ફરિયાદ નોંધાવી નથી. જો, કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા CCTV વીડિયો અને મહિલાના ગંભીર આરોપો બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાએ પોતાના પતિ અને શિક્ષિકા સાથેના સંબંધોના ફોટોગ્રાફ્સ પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા હોવાનું જણાવ્યું છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤