લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Rajkot Jewellery Shop : રાજકોટમાં ચકચાર! જ્વેલર્સ કર્મચારીની હત્યા બાદ કરોડોની લૂંટ, 3 કિલો સોના-ચાંદી સાથે લૂંટારુઓ ફરાર

by

Thenewsdk

Updated: 15-10-2026, 02.18 PM

Follow us:

રાજકોટમાં તહેવારોના માહોલ વચ્ચે લૂંટ અને હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના આજી વસાહત વિસ્તારમાં તનવી ગોલ્ડના કર્મચારી લાલજીભાઈ સરધારાની ગોળી મારી હત્યા કરી અંદાજિત 3 કિલો સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે.

કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારુઓ કર્મચારી પાસેથી દાગીનાનો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી સોની વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. વિરોધમાં 15 ઓક્ટોબરે રાજકોટની સોની બજાર બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.

કર્મચારીએ પ્રતિકાર કરતાં લૂંટારુઓએ ગોળી મારી
પ્રાથમિક માહિતી મુજબ, તનવી ગોલ્ડના કર્મચારી લાલજીભાઈ સરધારા આશરે 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના લઈને એક્ટિવા પર જઈ રહ્યા હતા.

આ દરમિયાન આજી વસાહત વિસ્તારમાં કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારુઓએ તેમને આંતર્યા હતા અને દાગીનાનો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. લાલજીભાઈએ પ્રતિકાર કરતાં લૂંટારુઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું.

તેમને છાતીના ભાગે ગોળી વાગતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. લૂંટારુઓ દાગીનાનો થેલો લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાનો દાવો
તનવી ગોલ્ડ સાથે સંકળાયેલા કિશોર હાપલિયાના જણાવ્યા અનુસાર, તેમની ફેક્ટરીની બાજુમાં આવેલી રિફાઈનરીમાંથી લાલજીભાઈ આશરે 1 કિલો સોનું અને 2 કિલો ચાંદી લઈને નીકળ્યા હતા.

આ સમયે લૂંટારુઓએ થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. લાલજીભાઈએ પ્રતિકાર કરતાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક ગોળી તેમની છાતીમાં વાગી હતી. જોકે, ફાયરિંગ અને લૂંટ અંગેની સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.

પોલીસ અને FSLની ટીમે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સહિત FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. રાજકોટ ઝોન-1નાં DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી આશરે 1 કિલો સોનું અને 2 કિલો ચાંદી લઈને જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા ત્રણથી ચાર શખસોએ થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.

કર્મચારીએ પ્રતિકાર કરતાં તેના પર ફાયરિંગ કરી દાગીનાનો થેલો લૂંટી લેવામાં આવ્યો હતો. હાલ ફરાર લૂંટારુઓને ઝડપી પાડવા અને લૂંટાયેલો મુદ્દામાલ પરત મેળવવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤