લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું | Smugglers target closed building on Garasia Street in Umaralala

by

Thenewsdk

Updated: 05-06-2026, 06.30 AM

Follow us:

ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું | Smugglers target closed building on Garasia Street in Umaralala



ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

કાકા અને ભત્રીજાના મકાનમાંથી રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૃ.૮૫
હજારના મત્તાની ચોરી

ભાવનગર –  ઉમરાળાના
ગરાસિયા શેરીના બે બંધ મકાનમાંથી અજાણ્યા ઈસમોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી
કુલ રૃ.૮૫ હજારના મત્તાની ચોરી કર્યાં અંગેની પોલીસ ફરિયાદ ઉમરાળા પોલીસ મથકમાં
નોંધાઈ છે.

ઉમરાળાની ગરાસિયા શેરીમાં રહેતા વિક્રમભાઈ ધનજીભાઈ ડાભી ગત તા.૧૬-૫ના રોજ
અમદાવાદ ખાતે તેમના દિકરાના ઘરે ગયા હતા. તા.૧૬-૫થી ૨૦-૫ના સમયાગાળા દરમિયાન તેમના
બંધ મકાનના અજાણ્યા ચોર ઈસમોએ તાળા તોડી કબાટનો લોક તોડી કબાટમાં રાખેલા
સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ રૃ.૬૬ હજારના મત્તાની ચોરી કરી હતી. જ્યારે
તેમના ભત્રીજા પ્રણવભાઈના રૃમના તાળા તોડી કબાટમાંથી ઘરેણાં
, રોકડ
અને ઘડિયાળ મળી કુલ રૃ.૧૯ હજારની મત્તાની ચોરી કરી હતી. આમ
, કાકા
અને ભત્રીજાના ઘરમાંથી ચોરોએ કુલ રૃ.૮૫ હજારના મત્તાની ચોરી કરી હતી. આ અંગે
વિક્રમભાઈ ધનજીભાઈ ડાભીએ ઉમરાળા પોલીસ મથકમાં અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે
ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤