લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Son kills father Rajkot : રાજકોટમાં સરદારધામની સાઈટ પર ખૂની ખેલ! દારૂડિયા પિતાના અત્યાચારથી કંટાળી સગીરે ઉઠાવ્યું ભયંકર પગલું

by

Thenewsdk

Updated: 06-08-2026, 10.27 AM

Follow us:

સાંજના સુમારે, જ્યારે ભરતસિંગ સાઈટ પર એકલો કામ કરી રહ્યો હતો ત્યારે જમીન પર એક પડછાયો આવીને ઊભો રહ્યો. એ બીજું કોઈ નહીં પણ તેનો જ પોતાનો લોહીનો સંબંધ તેનો સગીર દીકરો હતો. બંને વચ્ચે નજરો મળી. પહેલાં બોલાચાલી થઈ ને તેના કારણે તણાવ વધી ગયો. પિતાનો એ જ જૂનો અહંકાર અને પુત્રની આંખોમાં વર્ષોથી જમા થયેલો આક્રોશ સામે આવ્યો હતો.

વાત ઝપાઝપી પર પહોંચી ગઈ અને એ જ ક્ષણે, સગીર પુત્રનું મગજ પરથી નિયંત્રણ હટી ગયું. વર્ષોનો ગુસ્સો એકસાથે બહાર આવ્યો અને તેણે પિતાને ગળેટૂંપો આપી દીધો!

સાઈટ પર સનાટો છવાઈ ગયો. ભરતસિંગે છૂટવા માટે તરફડિયાં માર્યાં પણ આક્રોશમાં આંધળા થયેલા પુત્રની પકડ લોખંડી હતી. થોડી જ ક્ષણોમાં ભરતસિંગનું શરીર શાંત થઈ ગયું. તે જમીન પર ઢળી પડ્યો. ખેલ ખતમ થઈ ચૂક્યો હતો.

પોલીસે સગીરની ધરપકડ કરી ડેડબોડી પીએમ માટે મોકલી
આ ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો તુરંત જ બાંધકામ સાઈટ પર દોડી આવ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, લોહીના સંબંધોને શરમાવતા આ હત્યાકેસમાં સગીર પુત્રની ધરપકડ કરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤