વડોદરાના સાંસ્કૃતિક વારસા અને વડના વૃક્ષોની વિપુલતાને માન આપતા, આ HSR સ્ટેશનનો બાહ્ય આકાર ‘બનિયન ટ્રી’ (વટવૃક્ષ) જેવો રાખવામાં આવ્યો છે. પંડ્યા બ્રિજ નજીક 1.77 લાખ સ્ક્વેર ફૂટ (16,467 ચોરસ મીટર) વિશાળ વિસ્તારમાં આકાર લઈ રહેલું આ સ્ટેશન જમીનથી 34.5 મીટર ઊંચું અને ત્રણ માળનું હશે.
ટાપુ આકારના પ્લેટફોર્મ અને સાંસ્કૃતિક ઇન્ટિરિયર
આ સ્ટેશનમાં 4 ટ્રેક અને ખાસ આઇલેન્ડ (ટાપુ) આકારના 2 પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યા છે. સ્ટેશનનું ઇન્ટિરિયર વડોદરાના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવશે, જેનાથી દેશ-વિદેશના મુસાફરો ગુજરાતની સંસ્કૃતિથી પરિચિત થઈ શકશે.
એરપોર્ટ જેવી લક્ઝરી સુવિધાઓ અને સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ
પેસેન્જર કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર એરપોર્ટ જેવી હાઇ-ટેક સુવિધાઓ આપવામાં આવશે:
- પ્રીમિયમ સુવિધાઓ: બિઝનેસ ક્લાસ લાઉન્જ, એસી વેઇટિંગ હોલ, બેબી કેર રૂમ અને મોર્ડન રેસ્ટ રૂમ.
- મલ્ટી-મોડલ કનેક્ટિવિટી: ટ્રાફિક જામ ન થાય તે માટે કાર, બસ અને થ્રી-વ્હીલર માટે અલગ પાર્કિંગ, પિક-એન્ડ-ડ્રોપ ઝોન અને વિશાળ પેડેસ્ટ્રિયન પ્લાઝા.




Leave a Comment