લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

Ahmedabad Mega Sports Complex : અમદાવાદમાં બનશે ગુજરાતનું સૌથી ભવ્ય ટ્રેનિંગ સેન્ટર! VIP રૂમ, ઓલિમ્પિક પુલ અને વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમથી સજ્જ

by

Thenewsdk

Updated: 31-07-2026, 11.26 AM

Follow us:

અમદાવાદમાં એક એવું અત્યાધુનિક ટ્રેનિંગ અને સ્પોર્ટ્સ સંકુલ આકાર લઈ રહ્યું છે, જે ગુજરાતમાં પોતાની અનોખી સુવિધાઓ ધરાવશે. સુભાષ બ્રિજ નજીક બની રહેલું ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન (GIPCA) ટ્રેનિંગ સેન્ટર જેલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

અહીં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સુવિધાઓ સાથે VIP રૂમ, આધુનિક હોસ્ટેલ, ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પુલ અને વિશાળ સ્ટેડિયમ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

250થી 300 કરોડના ખર્ચે તૈયાર થશે ભવ્ય સંકુલ
આ પ્રોજેક્ટનું નિર્માણ ત્રણ તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કાનું કામ વર્ષ 2024થી શરૂ કરવામાં આવ્યું હતું, જેની શરૂઆતની કિંમત અંદાજે 138 કરોડ રૂપિયા હતી. જોકે બીજા અને ત્રીજા તબક્કા સાથે પ્રોજેક્ટનો કુલ ખર્ચ 250થી 300 કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. ફેઝ-1માં આશરે 20 એકર વિસ્તારમાં બાંધકામ થઈ રહ્યું છે, જ્યારે ફેઝ-2માં વધુ 25 એકર વિસ્તારમાં સુવિધાઓ વિકસાવવામાં આવશે.

ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પુલ અને વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ
GIPCAના પ્રિન્સિપાલ જીતેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, સંકુલમાં જેલ વિભાગ માટે વિશાળ પરેડ ગ્રાઉન્ડ ઉપરાંત અનેક રમતગમતની સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

જેમાં:

  • ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પુલ
  • એથ્લેટિક્સ ટ્રેક
  • ફૂટબોલ ગ્રાઉન્ડ
  • બેડમિન્ટન કોર્ટ
  • લોન ટેનિસ કોર્ટ
  • બાસ્કેટબોલ કોર્ટ
  • વોલીબોલ અને કબડ્ડી ગ્રાઉન્ડ
  • આધુનિક જીમ્નેશિયમ

જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

VIP રૂમ અને 70 લોકોની ક્ષમતાવાળી ઓફિસર્સ હોસ્ટેલ
આ ટ્રેનિંગ સેન્ટરમાં અધિકારીઓ માટે ખાસ હોસ્ટેલ બ્લોક બનાવવામાં આવી રહ્યો છે. જેમાં કુલ 70 લોકો રહે તેવી વ્યવસ્થા હશે.

હોસ્ટેલમાં:

  • 5 VIP રૂમ
  • 30 સામાન્ય રૂમ
  • ડાઇનિંગ હોલ

સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત કોમ્યુનિટી હોલ, ગ્રીન રૂમ, મેડિકલ રૂમ, ફાર્મસી, સિક્યોરિટી રૂમ અને સ્ટોર રૂમ જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે.

2000 સુધી જેલ સહાયકો લઈ શકશે તાલીમ
સંકુલમાં એકેડેમિક બ્લોક પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં:

  • 640 લોકોની ક્ષમતાવાળા ક્લાસરૂમ
  • 40 લોકોનું મીટિંગ રૂમ
  • 55 લોકોનું કોન્ફરન્સ રૂમ

ભવિષ્યમાં અહીં એકસાથે 1800થી 2000 જેલ સહાયકોને તાલીમ આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

હાઇ સિક્યોરિટી અને પોલીસ ટ્રેનિંગ માટે પણ ઉપયોગી
હાલમાં આ સંકુલ જેલ વિભાગ માટે તૈયાર થઈ રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં પોલીસ વિભાગ પણ તેનો ઉપયોગ કરી શકશે. અહીં PSI, PI સહિતના અધિકારીઓ માટે રિફ્રેશર ટ્રેનિંગ અને વિશેષ તાલીમ યોજી શકાય તેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤