લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

ICC ODI World Cup 2027 : 12 શહેરો નક્કી, જાણો ક્યાં રમાશે ભારત-પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચો

by

Thenewsdk

Updated: 31-07-2026, 02.49 PM

Follow us:

આઇસીસી (ICC) દ્વારા 2027 વન-ડે વર્લ્ડ કપ માટેના 12 યજમાન શહેરોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ક્રિકેટનો આ મહાકુંભ 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર દરમિયાન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં સંયુક્ત રીતે રમાશે. 24 વર્ષના લાંબા વિરામ બાદ વન-ડે વર્લ્ડ કપ ફરી એકવાર આફ્રિકન ખંડમાં થવા જઈ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં રમાશે સૌથી વધુ 41 મેચ
વર્લ્ડ કપના કુલ 54 મુકાબલાઓમાંથી 41 મેચ દક્ષિણ આફ્રિકાના 8 શહેરોમાં રમાશે, જેમાં જોહાનિસબર્ગ, સેન્ચુરિયન, ડરબન, ગ્કેબેરહા, કુગોમ્પો સિટી, કેપટાઉન, પર્લ અને બ્લોમફોન્ટેનનો સમાવેશ થાય છે. આ સિવાય ઝિમ્બાબ્વેના હરારે, બુલાવાયો અને વિક્ટોરિયા ફોલ્સ તેમજ નામીબિયાની રાજધાની વિન્ડહોકમાં બાકીની મેચો યોજાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોહાનિસબર્ગના વાંડરર્સ અથવા કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

14 ટીમો અને નવું થ્રી-સ્ટેજ ફોર્મેટ
2027ના વનડે વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે

  • સુપર સિરીઝ: રેન્કિંગમાં 12મી, 13મી અને 14મી ટીમ વચ્ચે મુકાબલો થશે, જેમાંથી એક ટીમ આગળ વધશે.
  • ગ્રુપ સ્ટેજ: 12 ટીમોને 6-6ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે.
  • સુપર-7 અને નોકઆઉટ: બંને ગ્રુપની ટોપ-3 અને ચોથા નંબરની બેસ્ટ એક એમ કુલ 7 ટીમો સુપર-7માં પહોંચશે. તેમાંથી શ્રેષ્ઠ 4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશશે. આ નવા ફોર્મેટને કારણે ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચે મહત્તમ 3 રોમાંચક મુકાબલા જોવા મળી શકે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤