આ અગાઉ 2019ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ‘અવે જર્સી’ (Away Jersey) તરીકે ભગવા રંગની જર્સી પહેરી હતી. તે મેચમાં આગળનો ભાગ ડાર્ક બ્લુ અને પાછળ તથા બાજુનો ભાગ ભગવા રંગનો હતો.
જોકે, તે મેચમાં ભારતનો 31 રને પરાજય થયો હતો. ઇંગ્લેન્ડના 337 રનના જવાબમાં ભારત 306 રન જ બનાવી શક્યું હતું. તે સમયે પણ જર્સીના રંગને લઈને ભારે વિવાદ થયો હતો.
રોહિત શર્માના બેટથી નીકળી હતી સદી છતાં ટીમ સેમિફાઇનલ હારી ગઈ
એ જ ભગવા જર્સી વાળી મેચમાં તત્કાલીન ઉપકપ્તાન રોહિત શર્માએ બર્મિંગહામના એજબાસ્ટન ખાતે 102 રનની ભવ્ય સદી ફટકારી હતી. તે આખા ટુર્નામેન્ટમાં રોહિતે રેકોર્ડ 5 સદી અને 648 રન બનાવ્યા હતા.
જોકે, ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહ્યા છતાં ભારત સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.
હોકી વર્લ્ડ કપ 2026માં શું થશે?
હવે ભારતીય હોકી ટીમ 2026ના આખા વર્લ્ડ કપ દરમિયાન આ ભગવા જર્સી પહેરીને રમશે. 1975માં એકમાત્ર વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય હોકી ટીમ ક્યારેય સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકી નથી. 2023ના વર્લ્ડ કપમાં ભારત 9મા સ્થાને રહ્યું હતું.
આ વખતે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સની સંયુક્ત યજમાનીમાં રમાનારા હોકી વર્લ્ડ કપ 2026માં ભારતને પૂલ-ડી (Pool D)માં રાખવામાં આવ્યું છે.
આ પૂલમાં ભારતની સાથે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેલ્સની ટીમો છે. ભારતનો પહેલો મુકાબલો 15 ઓગસ્ટે વેલ્સ સામે, 17 ઓગસ્ટે ઈંગ્લેન્ડ સામે અને 19 ઓગસ્ટે પાકિસ્તાન સામે ખેલાશે.




Leave a Comment