Jasprit Bumrah Shubman Gill rest next series India : હાલ ભારતીય ક્રિકેટર્સ IPL 2026માં વ્યસ્ત છે, પરંતુ IPL પૂર્ણ થયા બાદ પણ ભારતીય ટીમ માટે ખૂબ વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ રહેશે, જે ટીમ મેનેજમેન્ટ માટે પડકારરૂપ બની શકે છે. ટીમ મેનેજમેન્ટ આગામી સિરિઝ માટે સ્ક્વોડ નક્કી કરતા પહેલા ખેલાડીઓના વર્કલોડ પર પણ ખાસ ધ્યાન આપશે.
IPL ફાઇનલ અને અફઘાનિસ્તાન સામેના એકમાત્ર ટેસ્ટ વચ્ચે ખૂબ ઓછો સમય છે, તેથી ટોચના ખેલાડીઓને આ રેડ-બોલ મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે અને તેમને પછી વનડે સિરિઝમાં રમવાની તક મળી શકે છે.
શું અફઘાનિસ્તાન ટેસ્ટમાંથી બહાર રહેશે બુમરાહ અને ગિલ?
રિપોર્ટ અનુસાર, મેનેજમેન્ટ અંતિમ નિર્ણય ત્યારે જ લેશે જ્યારે સિલેક્ટર્સ આ બાબત પર નજર રાખશે કે નિયમિત ટેસ્ટ ખેલાડીઓ IPLમાં કેટલા આગળ સુધી જાય છે. આ આધાર પર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય બદલાઈ પણ શકે છે.
જો ગુજરાત અને મુંબઈ જેવી ટીમો પ્લેઓફ સુધી ન પહોંચે તો શક્ય છે કે બુમરાહ અને ગિલ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ રમે. IPL 2026ના પોઈન્ટ્સ ટેબલ મુજબ જ સિલેક્ટર્સ ટેસ્ટ અને ત્રણ મેચોની વનડે સિરિઝ માટે ભારતીય સ્ક્વોડ નક્કી કરશે.
વર્કલોડ મેનેજમેન્ટને કારણે લેવામાં આવશે નિર્ણય
એવું પણ માનવામાં આવે છે કે, સિલેક્ટર્સ ઘરેલુ ક્રિકેટમાં ઝડપી બોલરો અને સ્પિનરો પર નજર રાખી રહ્યા છે. 6 જૂનથી મુલ્લાંપુરમાં શરૂ થનારા મેચ માટે નવા ખેલાડીઓને તક મળી શકે છે. ગુરનૂર બરારે સિલેક્ટર્સને પ્રભાવિત કર્યા છે.
તે જ રીતે ડાબા હાથના સ્પિનર માનવ સુધારે પણ સારું પ્રદર્શન કર્યું છે. બંને ખેલાડીઓ ઇન્ડિયા A સેટઅપનો ભાગ રહી ચૂક્યા છે અને જો વર્કલોડ મેનેજમેન્ટ મુજબ તક મળે તો હર્ષ દુબે, આકિબ નબી અને દેવદત્ત પડિક્કલ સાથે તેઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બોલિંગ વિભાગમાં નિતીશ કુમાર રેડ્ડીને પણ તક મળી શકે છે।.
નિર્ણય થિંક ટેન્ક અને મેડિકલ ટીમ પર આધારિત રહેશે
એક સૂત્રએ કહ્યું કે, આ પસંદગી સમિતિ એક વાતમાં સ્પષ્ટ છે કે તેઓ ઉતાવળમાં નિર્ણય લેતા નથી. ગુરનૂર અને માનવે ઉત્તમ પ્રદર્શન કર્યું છે,
જ્યારે હર્ષ, આકિબ અને દેવદત્તે પણ પ્રભાવિત કર્યા છે. આખો નિર્ણય થિંક ટેન્ક અને મેડિકલ ટીમ પર આધારિત રહેશે. એવા મેચમાં જ્યાં WTC પોઈન્ટ્સ પણ મળતા નથી, ત્યાં સ્ટાર ખેલાડીઓ પર વધારે ભાર મૂકવાનો કોઈ અર્થ નથી.




Leave a Comment