લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

Shubman Gill thumb injury : શું ઈજાના કારણે ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ શકે શુભમન ગિલ? ટીમ ઈન્ડિયાની વધી ચિંતા!

by

Thenewsdk

Updated: 07-08-2026, 10.39 AM

Follow us:

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સીરિઝ 15 ઓગસ્ટથી શરૂ થવાની છે, જ્યારે તે પહેલાં ટીમ ઈન્ડિયા 7થી 9 ઓગસ્ટ દરમિયાન એકમાત્ર વોર્મ-અપ મેચ રમવાની છે. આ મેચ માટે ભારતીય ટીમ કોલંબોના NCC ગ્રાઉન્ડ ખાતે તૈયારી કરી રહી છે.

બુધવારે યોજાયેલા પ્રેક્ટિસ સત્ર દરમિયાન બેટિંગ કરતી વખતે શુભમન ગિલના જમણા હાથના અંગૂઠા પર બે વખત બોલ વાગ્યો હતો. પ્રથમ વખત બોલ વાગ્યા બાદ મેડિકલ સ્ટાફે તાત્કાલિક સારવાર આપી અંગૂઠા પર પાટો બાંધી દીધો હતો.

સ્લિપ કેચિંગ દરમિયાન ફરી વધી મુશ્કેલી
પ્રાથમિક સારવાર બાદ ગિલ ફરી એકવાર બેટિંગ પ્રેક્ટિસમાં જોડાયા હતા. જોકે, બાદમાં જ્યારે તેઓ સ્લિપ કેચિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે ફરીથી એ જ ઈજાગ્રસ્ત અંગૂઠા પર બોલ વાગ્યો હતો.

બીજી વખત વાગતા તેમને વધુ પીડા અનુભવાઈ હતી, જેના કારણે મેડિકલ ટીમે ફરી તપાસ કરી હતી. ત્યારબાદ ગિલે સાવચેતીના ભાગરૂપે બાકીના પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો નહોતો.

પ્રેક્ટિસ મેચમાં રમશે કે નહીં?
હાલ શુભમન ગિલની ઈજા કેટલી ગંભીર છે તે અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે, ટીમનો એકમાત્ર પ્રેક્ટિસ મુકાબલો હવે નજીક હોવાથી ગિલ તેમાં ભાગ લઈ શકશે કે નહીં તે અંગે સસ્પેન્સ સર્જાયું છે. જો ઈજા ગંભીર સાબિત થશે તો શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ પહેલાં ભારતીય ટીમ માટે મોટો પડકાર ઊભો થઈ શકે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤