![]()
Team India New Captain: સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમના કેપ્ટનશીપ પદ પરથી હટાવી દેવામાં આવે તેવી પૂરી પૂરી શક્યતાઓ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં જ ભારતે આ વર્ષે ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેના નેતૃત્વમાં ભારતે સતત આઠ દ્વિપક્ષીય શ્રેણી જીતી અને 2025 એશિયા કપ પણ પોતાના નામે કર્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. સૂર્યકુમાર હાલમાં જ પૂર્ણ થયેલી IPL 2026 સીઝનમાં પણ રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે 13 મેચોમાં 270 રન બનાવ્યા.
નવા કેપ્ટનની પસંદગી અંગે બીસીસીઆઈ અધિકારીનો ખુલાસો
એક વરિષ્ઠ બીસીસીઆઈ (BCCI) અધિકારીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું છે કે, ‘પસંદગી સમિતિ, બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટે કોચ ગૌતમ ગંભીર સાથે પરામર્શ કર્યા પછી નિર્ણય લીધો છે કે હવે ભારતે નવો કેપ્ટન પસંદ કરવો જોઈએ. સૂર્યાની કેપ્ટનશીપમાં ટીમે ટી-20 વર્લ્ડ કપ ચોક્કસપણે જીત્યો, પરંતુ તેના ફોર્મ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તેમને લાગ્યું કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.’
સૂર્યકુમારની કેપ્ટન બનવાની સફર અને હાર્દિકને પછાડવો
સૂર્યકુમાર યાદવને જુલાઈ 2024માં ભારતીય ટી20 ટીમની કમાન મળી હતી. તેણે રોહિત શર્માનું સ્થાન લીધું હતું, જેની કેપ્ટનશીપમાં ભારત બીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. તે સમયે તે ટી20 ઈન્ટરનેશનલમાં દુનિયાનો નંબર વન બેટ્સમેન હતો અને પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે કેપ્ટનશીપની રેસમાં હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો હતો, જે ગયા વર્ષ સુધી ટીમમાં કાર્યવાહક કેપ્ટનની ભૂમિકામાં હતો.
શ્રેયસ અય્યર સહિત ચાર ખેલાડીઓ કેપ્ટનશીપની રેસમાં
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર નવા કેપ્ટન બનવાની રેસમાં આગળ છે. આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણી દરમિયાન ભારત નવા કેપ્ટન સાથે રમશે. આ સિવાય તિલક વર્મા, ઈશાન કિશન અને સંજુ સેમસન પણ કેપ્ટનશીપની દોડમાં સામેલ છે.
સૂર્યકુમાર યાદવની શાનદાર શરૂઆતથી નબળા ફોર્મની સફર
સૂર્યકુમાર યાદવ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંનો એક રહ્યો છે. મેદાનના દરેક ખૂણામાં શૉટ રમવાની પોતાની ક્ષમતાના કારણે તેને ‘મિસ્ટર 360 ડિગ્રી’ કહેવામાં આવે છે. જો કે છેલ્લા બે વર્ષથી તેનું બેટ ખાસ કાઇ બોલ્યું નથી, એક સમયે તો તેને ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ટીમમાં માત્ર એટલા માટે સામેલ કરવામાં આવ્યો હતો કારણ કે તે કેપ્ટન હતો.
આ પણ વાંચો: VIDEO: IPL ફાઈનલ પછી વિરાટ કોહલીએ વૈભવને આપ્યો હતો ‘ગુરુમંત્ર’! RCBએ શેર કર્યો વીડિયો
સૂર્યકુમાર યાદવની આંતરરાષ્ટ્રીય ટી20 કરિયરના શાનદાર આંકડા
સૂર્યકુમારે માર્ચ 2021માં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારપછી લગભગ ત્રણ વર્ષ સુધી જોરદાર બેટિંગ કરી હતી. 2022 અને 2023માં ICC ટી20આઈ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો. આઈસીસીની ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં લાંબા સમય સુધી નંબર વન બેટ્સમેન રહ્યો. આ સાથે જ ટી20આઈ ફોર્મેટમાં ભારતના સૌથી શાનદાર બેટ્સમેનોમાંના એક તરીકે તેની લાંબી સફર સમાપ્ત થઈ ગઈ છે. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં સામેલ છે. સૂર્યકુમાર યાદવે ટી20 ઈન્ટરનેશનલમાં 113 મેચોમાં 3272 રન બનાવ્યા છે. તેણે 4 સદી અને 25 અર્ધસદી ફટકારી છે. તેનો હાઈએસ્ટ સ્કોર 117 રન છે.


Leave a Comment