લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

UPIમાં મોટો બદલાવ! QR કોડ વગર જ કરો પેમેન્ટ, જાણો ‘Tap & Pay’ કેવી રીતે કરશે કામ

by

Thenewsdk

Updated: 11-09-2026, 12.03 PM

Follow us:

મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન આ સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી. હવે પેમેન્ટ કરવા માટે દર વખતે UPI ID દાખલ કરવાની કે QR કોડ સ્કેન કરવાની જરૂર નહીં પડે. NFC સપોર્ટ ધરાવતા સ્માર્ટફોનને POS મશીન પર ટેપ કરીને પેમેન્ટ કરી શકાશે.

કેવી રીતે કામ કરશે UPIનું ‘Tap & Pay’?
‘Tap & Pay’નો ઉપયોગ કરવા માટે સ્માર્ટફોનમાં NFC સપોર્ટ હોવો જરૂરી છે. પેમેન્ટ કરતી વખતે યુઝરે ફોન અનલોક કરીને તેને NFC સક્ષમ Point of Sale એટલે કે POS ટર્મિનલની નજીક લઈ જવાનો રહેશે. POS મશીનમાં પહેલેથી દાખલ કરેલી રકમ અનુસાર પેમેન્ટની પ્રક્રિયા આગળ વધશે.

આ રીતે ગ્રાહકને દુકાનદાર દ્વારા આપવામાં આવેલા QR કોડને મોબાઈલ કેમેરાથી સ્કેન કરવાની જરૂર નહીં પડે. સાથે જ UPI ID ટાઈપ કરવાની પ્રક્રિયા પણ દૂર થશે, જેના કારણે ખાસ કરીને ઝડપી પેમેન્ટ દરમિયાન સમય બચી શકે છે.

PhonePe અને Google Pay પર પણ મળશે સુવિધા?
UPIનું સંચાલન કરતી National Payments Corporation of India (NPCI) દ્વારા ‘Tap & Pay’ને UPI ઇકોસિસ્ટમની નવી સુવિધા તરીકે રજૂ કરવામાં આવી છે. આ સુવિધા વિવિધ UPI એપ્સ સાથે ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવવામાં આવી છે. આથી PhonePe, Google Pay, BHIM સહિત અન્ય UPI એપ્સનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે NFC આધારિત પેમેન્ટ વધુ સરળ બની શકે છે. ખાસ વાત એ છે કે દરેક ટ્રાન્ઝેક્શન વખતે UPI એપ ખોલવાની જરૂર નહીં પડે.

ઓછા અથવા શૂન્ય ઇન્ટરનેટમાં પણ પેમેન્ટ?
NPCI અનુસાર ‘Tap & Pay’ ફીચર ઓછા અથવા શૂન્ય ઇન્ટરનેટ કનેક્શનવાળા વિસ્તારોમાં પણ કામ કરી શકે છે. જોકે, આ માટે સ્માર્ટફોન અને POS ટર્મિનલ બંનેમાં જરૂરી NFC તથા પેમેન્ટ સપોર્ટ ઉપલબ્ધ હોવો જરૂરી રહેશે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤