આ નવી એપ આવ્યા બાદ હવે વિન્ડોઝ યુઝર્સને AI આસિસ્ટન્ટનો ઉપયોગ કરવા માટે બ્રાઉઝર ખોલીને અલગ ટેબ ચાલુ રાખવાની જરૂર રહેશે નહીં. ગૂગલે આ એપને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે, તે કમ્પ્યુટરમાં ચાલતી અન્ય એપ્લિકેશન્સ સાથે કામ કરી શકે, જેથી યુઝર્સ ડોક્યુમેન્ટ્સ, પ્રેઝન્ટેશન કે અન્ય કામ કરતી વખતે સીધા જ સ્ક્રીન પર વિન્ડોમાં જેમિનીનો ઉપયોગ કરી શકે છે.
શોર્ટ કી અને ફ્લોટિંગ વિન્ડોની અનોખી સુવિધા
આ એપનું સૌથી મોટું અને ખાસ ફીચર તેની સિસ્ટમ-વાઇડ કી બોર્ડ શોર્ટ કી છે. યુઝર્સ પોતાના PC પર કોઈ પણ કામ કરી રહ્યા હોય ત્યારે માત્ર ‘Alt + Space’ દબાવતા જ એક ફ્લોટિંગ વિન્ડોમાં જેમિની ઓપન થઈ જશે.
બ્રાઉઝર પર સ્વિચ કર્યા વિના જ યુઝર્સ આ સુવિધાથી ઝડપી પ્રશ્નો પૂછી શકે છે, કોઈપણ વિગતનું ફેક્ટ-ચેક કરી શકે છે અથવા નવા આઇડિયા જનરેટ કરી શકે છે. જવાબ મળ્યા બાદ યુઝર્સ તરત જ પોતાની વિન્ડો બંધ કરીને મૂળ કામ પર પરત ફરી શકે છે.



