લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

Dark Patterns penalty India : શું Zepto, BookMyShow અને IndiGo સહિત 9 એપ્સ ગ્રાહકોને ‘ડાર્ક પેટર્ન’થી છેતરી રહી હતી? 20 લાખનો દંડ!

by

Thenewsdk

Updated: 06-08-2026, 02.29 PM

Follow us:

કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ (CCPA) એ લાલ આંખ કરી છે. સરકાર દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ 9 મોટી ડિજિટલ કંપનીઓ પર કુલ 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કઈ એપ્સે કેવી રીતે કર્યો ખેલ?
Zepto (ઝેપ્ટો): ઓર્ડર કરતી વખતે શરૂઆતમાં ઓછી કિંમત બતાવ્યા બાદ છેલ્લે ‘હેન્ડલિંગ ચાર્જ’ અને પોતાના આપમેળે ઉમેરાતી ‘મેમ્બરશિપ ફી’ (Basket Sneaking & Drip Pricing) દ્વારા બિલ વધારી દેવાતું હતું. ઝેપ્ટો પર સૌથી વધુ 7 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.

BookMyShow (બુકમાયશો): ટિકિટ બુકિંગ વખતે ‘BookASmile’ ચેરિટી માટે 1 રૂપિયો અગાઉથી જ ‘પ્રી-ટીક’ (Pre-ticked) કરીને ઉમેરી દેવામાં આવતો હતો. ગ્રાહકે જાતે તેને અનચિહ્નિત (Untick) કરવો પડતો હતો.

IndiGo (ઇન્ડિગો): એરલાઇન પોતાના વધારાના ઇન્શ્યોરન્સ કે સર્વિસ ન લેનારા ગ્રાહકોને ગિલ્ટ ફીલ કરાવવા માટે “ના, હું જોખમ લઈશ” (Confirm Shaming) જેવા શબ્દો વાપરતી હતી. CCPAની ફટકાર બાદ તેણે આ બદલીને “ના, હું ટ્રિપમાં કંઈ ઉમેરીશ નહીં” કરવું પડ્યું.

Physics Wallah (ફિઝિક્સ વાલા): એજ્યુકેશન પ્લેટફોર્મ પર 10 રૂપિયાનું ડોનેશન અગાઉથી જ સિલેક્ટ કરી દેવાતું હતું અને ફ્રી કોર્સ મેળવતા પહેલા ગ્રાહકોની અંગત માહિતી માંગવામાં આવતી હતી. આ માટે કંપનીને 5 લાખ રૂપિયાનો દંડ થયો છે.

અન્ય કઈ કંપનીઓ સામે થઈ કાર્યવાહી?
આ ચાર દિગ્ગજ ઉપરાંત FirstCry, PharmEasy, McAfee, SpiceJet અને Anuj Jindal નામના કોચિંગ પ્લેટફોર્મ પર પણ 1 લાખથી લઈને 3 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કંપનીઓ કાઉન્ટડાઉન ટાઈમર બતાવીને ઉતાવળ કરાવવી, છુપા ચાર્જ વસૂલવા અને રિન્યૂઅલ માટે ગેરમાર્ગે દોરવા જેવી પદ્ધતિઓ અપનાવતી હતી.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤