જૂન મહિનાની શરૂઆતમાં પુણેના એક વેપારીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો જોયો હતો, જેમાં ટ્રેડિંગ દ્વારા મોટી કમાણી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. વીડિયોમાં આપેલા લિંક પર ક્લિક કરતા જ એક વ્યક્તિએ પોતાની જાતને એક પ્રખ્યાત ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો પ્રતિનિધિ ગણાવી હતી.
તેણે વેપારીનો વિશ્વાસ જીતીને ઓળખ કાર્ડ (જેમ કે આધાર કાર્ડ) અને અન્ય ખાનગી દસ્તાવેજો મેળવી લીધા હતા. ત્યારબાદ ટેલિગ્રામ પર ‘રિલેશનશિપ મેનેજર’ બનીને વેપારીનું ફેક ઓનલાઇન ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું અને શરૂઆતમાં રૂ. 20,341નું રોકાણ કરાવ્યું હતું.
પહેલા નફો દર્શાવ્યો, પછી SpaceXના શેરના નામે કરોડો પડાવ્યા
વિશ્વાસ સંપાદન કરવા માટે ઠગોએ વેપારીના બેંક ખાતામાં રૂ. 1,000 નો નફો પરત મોકલ્યો હતો, જેથી પ્લેટફોર્મ અસલી હોવાની ખાતરી થઈ જાય. ત્યારબાદ એલોન મસ્કની કંપની ‘SpaceX’ ના પ્રી-લિસ્ટિંગ શેરમાં રોકાણ કરી ટૂંક સમયમાં બમણો નફો કમાવવાની લાલચ આપી હતી:
- 36 ટ્રાન્ઝેક્શન દ્વારા લૂંટ: 2 જૂનથી 23 જુલાઈ વચ્ચે વેપારી પાસે અલગ-અલગ 36 ટ્રાન્ઝેક્શન કરાવીને રૂ. 1.07 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા.
- સ્ક્રિન પર બોગસ નફો: ફેક ટ્રેડિંગ એપ પર રૂ. 3.98 કરોડનો નફો બતાવવામાં આવ્યો હતો.
- પૈસા ઉપાડવા પર રોક: જ્યારે વેપારીએ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ વધુ ટેક્સ અને ચાર્જિસના નામે વધુ પૈસાની માગ કરી અને બાદમાં સંપર્ક કાપી નાખ્યો.




Leave a Comment