લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

Digital Arrest Scam : ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમનો દેશ પર મોટો ઘા, 3 વર્ષમાં ભારતીયો પાસેથી ₹4,000 કરોડથી વધુની ઠગાઈ

by

Thenewsdk

Updated: 07-07-2026, 05.41 PM

Follow us:

ભારતમાં ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ હવે સૌથી ખતરનાક સાયબર ફ્રોડમાંનું એક બની ગયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સ્કેમે લાખો લોકોને શિકાર બનાવ્યા છે અને હવે સરકારી આંકડાઓએ તેની ગંભીરતા વધુ સ્પષ્ટ કરી છે. વર્ષ 2022થી લઈને 2026ના મે મહિના સુધીમાં આ ફ્રોડને લઈને કુલ 2.97 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે, જ્યારે નાગરિકોએ મળીને 4,057.7 કરોડ રૂપિયાથી વધુની રકમ ગુમાવી છે.

નકલી પોલીસ-સીબીઆઈ બની લોકોમાં ફેલાવે છે ડર
‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમમાં સાયબર ઠગો પોલીસ, CBI, ED, RBI અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી બનીને ફોન અથવા વીડિયો કોલ કરે છે. પછી તેઓ કોઈ પાર્સલ, મની લોન્ડરિંગ, ટેક્સ ફ્રોડ અથવા અન્ય ગંભીર કેસમાં નામ આવ્યું હોવાનો ડર બતાવીને વ્યક્તિને ‘ડિજિટલ કસ્ટડી’માં હોવાનો દાવો કરે છે.

આ દરમિયાન શિકારને સતત વીડિયો કોલ પર રાખીને માનસિક દબાણ બનાવવામાં આવે છે અને પછી બેંક ખાતામાંથી મોટી રકમ RTGS અથવા અન્ય માધ્યમથી ટ્રાન્સફર કરાવી લેવામાં આવે છે.

સિનિયર સિટિઝન્સ સોફ્ટ ટાર્ગેટ, કરોડોની ઠગાઈના કેસો સામે
સાયબર ગુનેગારો ખાસ કરીને સિનિયર સિટિઝન્સને નિશાન બનાવે છે, કારણ કે તેઓ કાનૂની કાર્યવાહીના ડરથી વધુ ઝડપથી ગભરાઈ જાય છે.

તાજેતરમાં દિલ્હીમાં એક NRI વૃદ્ધ ડોક્ટર દંપતીને કલાકો સુધી નકલી ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રાખીને તેમની પાસેથી 14.84 કરોડ રૂપિયા પડાવી લેવાયા હતા. આ પ્રકારના કેસોમાં ઠગો વોટ્સએપ, સિગ્નલ અથવા ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર સતત વીડિયો કોલ કરીને શિકારને એકલતા અને ભયની સ્થિતિમાં રાખે છે.

સરકારી આંકડા ચોંકાવનારા, દક્ષિણ-પૂર્વ એશિયા સુધી પહોંચતી તપાસ
સરકારી માહિતી મુજબ, વર્ષ 2022માં 39,925 ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2024માં આ આંકડો વધીને 1,23,672 ફરિયાદો સુધી પહોંચ્યો હતો અને લોકોના 1,935.5 કરોડ રૂપિયા ઠગાઈમાં ગયા હતા. વર્ષ 2026ના માત્ર પહેલા પાંચ મહિનામાં જ 15,215 ફરિયાદો સાથે 481.1 કરોડ રૂપિયાનું નુકસાન નોંધાયું છે.

તપાસ એજન્સીઓએ શોધ્યું છે, કે આવા ઘણા સ્કેમોના તાર કંબોડિયા, મ્યાનમાર અને લાઓસ જેવા દેશોમાં ચાલતા સંગઠિત સાયબર ક્રાઈમ નેટવર્ક સુધી પહોંચે છે. સાયબર સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી, છે કે ભારતીય કાયદામાં ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી કોઈ જ વ્યવસ્થા નથી, એટલે ફોન પર કોઈ સરકારી અધિકારી બનીને પૈસાની માંગણી કરે તો તે નિઃસંદેહ ફ્રોડ જ છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤