લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

WhatsApp Global Account Lockout : WhatsAppમાં મોટો ગ્લિચ! વિશ્વભરમાં લાખો એકાઉન્ટ્સ થયા લોક, Metaએ શરૂ કર્યો ઉકેલનો પ્રયાસ

by

Thenewsdk

Updated: 04-08-2026, 01.54 PM

Follow us:

મેટાના લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં આવેલા ટેકનિકલ ગ્લિચના કારણે વિશ્વભરના હજારો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓટોમેટેડ મોડરેશન સિસ્ટમમાં આવેલી ખામીના કારણે ઘણા નિયમોનું પાલન કરતા યુઝર્સના એકાઉન્ટ્સ પણ અચાનક લોક થઈ ગયા હતા.

એકાઉન્ટ ‘અંડર રિવ્યૂ’માં જતા યુઝર્સ પરેશાન
આ સમસ્યા સોમવાર સાંજથી શરૂ થઈ હતી. ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે વોટ્સએપ ખોલતા જ તેઓ એપમાંથી લોગઆઉટ થઈ રહ્યા હતા અને સ્ક્રીન પર એક મેસેજ દેખાતો હતો કે તેમનું એકાઉન્ટ સર્વિસના નિયમોના સંભવિત ઉલ્લંઘનને કારણે તપાસ હેઠળ છે. યુઝર્સને જણાવવામાં આવતું હતું કે 24 કલાકની અંદર તેમના એકાઉન્ટ અંગે અપડેટ આપવામાં આવશે. જોકે, કયા કારણોસર એકાઉન્ટ રિવ્યૂમાં ગયું તેની સ્પષ્ટ માહિતી ન મળતા લોકોમાં મૂંઝવણ અને ચિંતા વધી હતી.

X અને Threads પર ફરિયાદોનો વરસાદ
વોટ્સએપ એકાઉન્ટ અચાનક બંધ થઈ જતા વિશ્વના અલગ-અલગ દેશોના યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને Threads પર પોતાની સમસ્યાઓ શેર કરી હતી. ઘણા યુઝર્સે જણાવ્યું હતું કે કોઈ નિયમનો ભંગ કર્યા વગર પણ તેમનું એકાઉન્ટ બ્લોક થઈ ગયું હતું.

મેટાએ સ્વીકારી સિસ્ટમની ભૂલ
મેટાએ આ ટેકનિકલ સમસ્યાની પુષ્ટિ કરતા જણાવ્યું, કે સ્પામ અને દુરુપયોગ રોકવા માટે બનાવવામાં આવેલી ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા કેટલાક સાચા યુઝર્સના એકાઉન્ટ્સને ભૂલથી સ્પામ તરીકે ફ્લેગ કરવામાં આવ્યા હતા. કંપનીએ કહ્યું કે આવી સ્થિતિમાં તેઓ ઝડપથી તપાસ કરીને અસરગ્રસ્ત યુઝર્સને ફરીથી સેવા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરે છે.

તમામ અસરગ્રસ્ત એકાઉન્ટ્સ થયા રિસ્ટોર
મેટાએ ફોલ્સ ફ્લેગ્સને દૂર કરીને અસરગ્રસ્ત તમામ એકાઉન્ટ્સનું એક્સેસ ફરી શરૂ કરી દીધું છે. જો, કે કંપનીએ આ ગ્લિચનું ચોક્કસ ટેકનિકલ કારણ અને કયા વિસ્તારોમાં સૌથી વધુ યુઝર્સ અસરગ્રસ્ત થયા તેની વિગત જાહેર કરી નથી. આ ઘટના બાદ ઓટોમેટેડ મોડરેશન સિસ્ટમની વિશ્વસનીયતા અને યુઝર્સના એકાઉન્ટ સસ્પેન્શન અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤