લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

RCB vs GT : બેંગલુરુના બોલરો સામે ગુજરાતના બેટરો બેકફૂટ પર, સાતમી વિકેટ પડી | IPL 2026 Royal Challengers Bengaluru Gujarat Titans Qualifier LIVE Match Shubman Gill Virat Kohli

by

Thenewsdk

Updated: 26-05-2026, 09.01 PM

Follow us:

RCB vs GT : બેંગલુરુના બોલરો સામે ગુજરાતના બેટરો બેકફૂટ પર, સાતમી વિકેટ પડી | IPL 2026 Royal Challengers Bengaluru Gujarat Titans Qualifier LIVE Match Shubman Gill Virat Kohli


IPL 2026, Royal Challengers Bengaluru vs Gujarat Titans Qualifier 1 Match : આઈપીએલ-2026માં આજથી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે પ્લેઓફની શરૂઆત થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળા મેદાનમાં રમાઈ રહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલુરુની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 254 રન નોંધાવી ગુજરાતીને જીતવા માટે 255 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગલુરુ તરફથી રજત પાટીદારે 33 બોલમાં 9 સિક્સ અને 5 ફોર ફટકારી અણનમ 93 રન નોંધાવ્યા છે. જ્યારે કૃણાલ પંડ્યાએ 43 રન, વિરાટ કોહલીએ 43 રન, દેવદુત પડ્ડીકલે 30 રન નોંધાવ્યા છે. તો ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેશન હોલ્ડરે 2-2 વિકેટ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક વિકેટ ઝડપી છે.

Gujarat LIVE Score….. 

વિકેટ 1 : 17 રને ગુજરાતની પહેલી વિકેટ પડી છે. બેંગલુરુના બોલર જેકોબ ડફીએ સાંઈ સુદર્શનને માત્ર 14 રને આઉટ કર્યો છે.

વિકેટ 2 : 27 રને બીજી વિકેટ પડી છે. ટીમનો સુકાની શુભમન ગિલ માત્ર 2 રને આઉટ થઈ ગયો છે. ભુવનેશ્વર કુમારે તેને ક્લિન બોલ્ડ કર્યો છે.

વિકેટ 3 : 51 રને જોશ બટલર આઉટ થતા ગુજરાતે ત્રીજી વિકેટ ખોઈ છે. હેઝવુડે તેને 29 રને ક્લિન બોલ્ડ આઉટ કર્યો છે.

વિકેટ 4 : ગુજરાતની વધુ એક વિકેટ નિશાંત સિદ્ધુના ભાગરૂપે પડી છે. તે પણ 51 રને આઉટ થયો છે. રશીક સલામે તેને માત્ર 5 રને આઉટ કર્યો છે.

વિકેટ 5 : ગુજરાત ટાઈટન્સની ટીમના બેટરો બેંગલુરુના બોલરો સામે બેકફૂટ પર આવી ગયા હોય તેમ ટીમની પાંચમી વિકેટ પડી છે. બેંગલુરુના બોલરોએ ટોચ-4 બેટરોને પેવેલીયન મોકલી દીધા બાદ હવે જેશન હોલ્ડરને પણ શૂન્ય રને આઉટ કરી દીધો છે. રશિક સલમાનની ઓવરમાં હોલ્ડર હેઝલવુડને કેચ આપી દીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, ગુજરાતની 51 રને સતત ત્રણ વિકેટ પડી છે.

વિકેટ 6 : 65 રને ગુજરાતની છઠ્ઠી વિકેટ પડી છે. જેકોબ ડફ્ફીની બોલિંગમાં વોશિંગ્ટન સુંદર માત્ર 8 રને આઉટ થયો છે.

વિકેટ 7 : 78 રનના સ્કોરે જેકોબ ડફ્ફીએ રાશીદ ખાન આઉટ કર્યો છે. રાશિદે 9 બોલમાં એક સિક્સ સાથે 8 રન નોંધાવ્યા છે.

Bengaluru Score….. 

વિકેટ 1 : બેંગલુરુની 21 રને પહેલી વિકેટ પડી છે. વૈકટેશ ઐય્યર 7 બોલમાં 1 સિક્સ અને 3 ફોર ફટકારી 19 રને આઉટ થયો છે. ઐય્યર કાગીસો રબાડાની ઓવરમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો છે.

RCB vs GT : બેંગલુરુના બોલરો સામે ગુજરાતના બેટરો બેકફૂટ પર, સાતમી વિકેટ પડી 2 - image

સ્કોર : 5 ઓવરમાં 62/2

વિકેટ 2 : બેંગલુરુની 92 રને બીજી વિકેટ પડી છે. વિરાટ કોહલી 25 બોલમાં 1 સિક્સ અને 5 ફોર ફટકારી 43 રને આઉટ થયો છે. કોહલીને જેશન હોલ્ડરે ક્લિન બોલ્ડ કર્યો છે.

RCB vs GT : બેંગલુરુના બોલરો સામે ગુજરાતના બેટરો બેકફૂટ પર, સાતમી વિકેટ પડી 3 - image

વિકેટ 3 : 94 રને ત્રીજી વિકેટ પડી છે. દેવદુત પડ્ડીકલ 19 બોલમાં 5 ફોર ફટકારી 30 રને આઉટ થયો છે. જેશન હોલ્ડરે તેની વિકેટ લીધી છે.

RCB vs GT : બેંગલુરુના બોલરો સામે ગુજરાતના બેટરો બેકફૂટ પર, સાતમી વિકેટ પડી 4 - image

સ્કોર : 10 ઓવરમાં 99/3

સ્કોર : 15 ઓવરમાં 168/3

વિકેટ 4 : 189 રને ચોથી વિકેટ પડી છે. કૃણાલ પંડ્યા 28 બોલમાં 5 ફોર અને 2 સિક્સ ફટકારી 43 રને આઉટ થયો છે. પંડ્યા કાગીસો રબાડાની ઓવરમાં સાંઈ સુદર્શનને કેચ આપી બેઠો છે.

વિકેટ 5 : 214 રને પાંચમી વિકેટ પડી છે. પ્રસિદ્ધ ક્રિષ્નાએ ટીમ ડેવિડને માત્ર 4 રને ક્લિન બોલ્ડ કર્યો છે.

સ્કોર : બેંગલુરુએ રજત પાટીદારની વિસ્ફોટ બેટિંગથી 20 ઓવરમાં 5 વિકેટે 254 રન નોંધાવી ગુજરાતને જીતવા માટે 255 રનનો ટાર્ગેટ આપ્યો છે.

કોહલીએ તોડ્યો વિરાટનો રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટર વિરાટ કોહલીએ વધુ એક મોટો આંકડો પાર કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી 282 મેચો સાથે હવે ટોચના સ્થાને પહોંચી ગયો છે, જેમાં તેણે વર્ષ 2008 થી 2026 દરમિયાન 40.09 ની શાનદાર એવરેજથી રેકોર્ડબ્રેક 9261 રન ફટકાર્યા છે અને તેના નામે 9 સદી પણ નોંધાયેલી છે. કોહલીએ મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, જે 281 મેચોમાં 7329 રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એમ.એસ. ધોની 278 મેચ અને 5439 રન સાથે ત્રીજા સ્થાને છે, જેમની આઈપીએલ સફર વર્ષ 2025 સુધી રહી હતી. જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 266 મેચોમાં 3469 રન અને 178 વિકેટ સાથે ચોથા સ્થાને અને વર્ષ 2024 સુધી આઈપીએલ રમનારો દિનેશ કાર્તિક 257 મેચમાં 4842 રન સાથે પાંચમા સ્થાને છે.

બંને ટીમોની પ્લેઈંગ-11

RCBની પ્લેઇંગ-11: વેંકટેશ અય્યર, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટીમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ અને રસિક સલામ ડાર.

GTની પ્લેઇંગ-11: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કુલવંત ખેજરોલિયા, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤