લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગોરવામાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : દારૂ આપી જનાર વોન્ટેડ | foreign liquor was seized from woman’s house in Gorwa: supplier of liquor is wanted

by

Thenewsdk

Updated: 28-05-2026, 03.48 PM

Follow us:

ગોરવામાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : દારૂ આપી જનાર વોન્ટેડ | foreign liquor was seized from woman’s house in Gorwa: supplier of liquor is wanted



Vadodara Liquor Raid : વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી મહિલાના મકાનમાંથી રૂ.20 હજારથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે મહિલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને એક મહિલાએ મોબાઇલમાં બનાવેલો વીડિયો બતાવી માહિતી આપી હતી કે ગોરવા ગામના સોલંકી ફળિયામાં રહેતી લક્ષ્મીબેન અંબાલાલ સોલંકી પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. માહિતીના આધારે ગોરવા પોલીસ સ્ટાફ  સ્થળ પર પહોંચ્યો હતો.

પોલીસે મકાનની તપાસ કરતાં એક રૂમમાં આવેલા પેટી પલંગમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસે કુલ 132 નંગ બોટલ-ક્વાર્ટર કબજે કર્યા હતા, જેની કુલ કિંમત રૂ.20,442 હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા દારૂમાં રોયલ સ્ટેગ, રોયલ ચેલેન્જ અને વોડકાની બોટલોનો સમાવેશ થાય છે.

પૂછપરછ દરમિયાન લક્ષ્મીબેન દારૂ રાખવા અંગે કોઈ પરમિટ રજૂ કરી શક્યા નહોતા. મહિલાએ દારૂ યુવરાજ નામના વ્યક્તિએ આપી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤