લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

VIDEO : મથુરામાં પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4ને ગોળી વાગી, શ્રદ્ધાળુઓમાં નાસભાગ | Mathura Firing On Parikrama Marg Violence And Devotee Panic Updates

by

Thenewsdk

Updated: 28-05-2026, 05.05 PM

Follow us:

VIDEO : મથુરામાં પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4ને ગોળી વાગી, શ્રદ્ધાળુઓમાં નાસભાગ | Mathura Firing On Parikrama Marg Violence And Devotee Panic Updates



Mathura Firing On Parikrama Marg : ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. વિવાદ એટલો બધો વધી ગયો હતો કે, બંને તરફથી જોરદાર ઈંટ-પથ્થરો ફેંકાયા અને જાહેરમાં ધડાધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે આસપાસના લોકો અને યાત્રાળુઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. આ હિંસક ઝઘડામાં અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકને ગોળીઓ વાગી છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

સેવા કેમ્પમાં કેળા વહેંચવા બાબતે થયો વિવાદ

મળતી માહિતી મુજબ, ગામના ગુડ્ડી પ્રધાન અને ચંદ્રપાલ વચ્ચે અગાઉ છ મહિના પહેલા કોઈ બાબતે ઝઘડો થયો હતો. તે સમયે ગામના લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો, પણ અગાઉની અદાવતને ધ્યાને રાખીને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગુરુવારે જ્યારે પરિક્રમા ચાલી રહી હતી, ત્યારે ચંદ્રપાલ પક્ષ તરફથી શ્રદ્ધાળુઓ માટે પાણીની પરબ અને સેવા કેમ્પ લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ગુડ્ડી પ્રધાનના માણસો પણ ત્યાં કેળા અને અન્ય સામગ્રી વહેંચવા પહોંચી ગયા હતા. બસ, આ જ વાતને લઈને બંને પક્ષો આમને-સામને આવી ગયા અને વિવાદ શરૂ થઈ ગયો. જોતજોતામાં મામલો એટલો વધી ગયો કે બંને તરફથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ ગયું.

4 લોકોને વાગી ગોળી, 2ની હાલત ગંભીર

ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકો ખુલ્લેઆમ હથિયારો લહેરાવતા અને ગોળીબાર કરતા જોઈ શકાય છે. આ ગોળીબારમાં ચંદ્રપાલ પક્ષના રવિના પગમાં અને સંજુના છાતીના ભાગે ગોળી વાગી છે. જ્યારે સામા પક્ષના હરિઓમના માથામાં અને સાવિત્રી નામના મહિલાના હાથમાં ગોળી વાગી છે. બધા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. તેમાંથી સંજુ અને હરિઓમની હાલત વધારે ગંભીર હોવાથી તેમને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘાયલોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.

પોલીસનો કાફલો તહેનાત

ઘટનાની ગંભીરતાને જોતાં જ એસપી સિટી રાજીવ કુમાર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ફોર્સ સાથે ગામમાં પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગામમાં કોઈ વધુ હોબાળો ના થાય તે માટે વધારાની પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને પુરાવાઓના આધારે આરોપીઓની ઓળખ કરીને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : 20 વર્ષ સુધી તમને વઢ્યો, દિલ પર ન લેતા! છેલ્લી કેબિનેટ મીટિંગમાં ભાવુક થયા સિદ્ધારમૈયા

આ પણ વાંચો : હું જવાબદારી લઉં છું, ખામીઓ દૂર કરાશે…, CBSE OSM વિવાદમાં આખરે શિક્ષણ મંત્રીએ મૌન તોડ્યું



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤