લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

યુદ્ધમાં તણાવ વધતાં ક્રૂડમાં તેજીઃ સોનામાં રૂ. ૨૦૦૦ તથા ચાંદીમાં રૂ. ૪૦૦૦ તૂટયા | Crude prices up as war tensions rise: Gold falls by Rs 2000 and silver by Rs 4000

by

Thenewsdk

Updated: 29-05-2026, 07.00 AM

Follow us:

યુદ્ધમાં તણાવ વધતાં ક્રૂડમાં તેજીઃ સોનામાં રૂ. ૨૦૦૦ તથા ચાંદીમાં રૂ. ૪૦૦૦ તૂટયા | Crude prices up as war tensions rise: Gold falls by Rs 2000 and silver by Rs 4000



photo 1779985105347

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળી રૂ.૯૬ની સપાટી કુદાવી ગયા હતા. 

વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધી બે સપ્તાહની ટોચે પહોંચતાં વૈશ્વિક સોનાના ભાવ આજે ગબડી ઔંસના ૪૪૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા.  સોનામાં ફંડોનું સેલીંગ જોવા મળ્યું હતું. દરમિયાન, અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી તણાવ વધતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી ૩ ટકા વધ્યાના નિર્દેશો મળ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૪૪૫થી ૪૪૪૬ વાળા નીચામાં ભાવ ૪૩૬૬ ડોલર થઈ ૪૩૮૭થી ૪૩૮૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૪.૯૧ વાળા વધી ઉંચામાં ભાવ ૯૮.૨૦ થઈ ૯૬.૮૮ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૮.૭૨ વાળા વધી ૯૨.૫૨ થઈ ૯૧.૧૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડ ઉછળતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયો ફરી ગબડયો હતો.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ  ૧૮૮૩ ડોલર રહ્યા હત. પેલેડીયમના ભાવ ઔંસના ૧૩૫૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૫,ટકા ઘટયા હતા. વિશ્વ બજારમાં ડોલર સામે આજે જાપાનની કરન્સી ઘટી જતાં જાપનની સરકાર પોતાની સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૪.૬૮થી ૭૪.૬૯ વાળા ઘટી નીચામાં ભાવ ૭૧.૭૯ થઈ ૭૨.૯૮થી ૭૨.૯૯ ડોલર રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૦૦૦૦ રહ્યા તા. 

દરમિયાન,  મુંબઈ કરન્સીમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૫.૬૯ વાળા વધી રૂ.૯૬.૨૪થી ૯૬.૨૫ રહ્યા હતા.  વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ પણ ઉંચામાં ૯૯.૫૪ થઈ ૯૯.૩૭ રહ્યાના સમાચાર હતા. ડોલર ઈન્ડેક્સ વદી ઉંચામાં ૭ સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. અણેરિકાના બોન્ડના યીલ્ડમાં પણ વૃદ્ધી થઈ હતી.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૦૦૦ ઘટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૪૫૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૫૧૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ રૂ.૪૦૦૦ તૂટી જીએસટી વગર ભાવ રૂ.૨૫૫૭૦૦૦ રહ્યા હતા. જાપાનમાં જૂનમાં મળનારી બેન્ક ઓફ જાપાનની મિટિંગમાં વ્યાજના દરમાં વધારો કરાશે એવી શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤