લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સાઉદી તેમજ યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો | Reduction in crude oil imports from Saudi Arabia and UAE

by

Thenewsdk

Updated: 29-05-2026, 06.30 AM

Follow us:

સાઉદી તેમજ યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો | Reduction in crude oil imports from Saudi Arabia and UAE



photo 1779984677797

મુંબઈ : ભારતની ક્રુડ તેલની આયાત વર્તમાન મહિનામાં ૧૧ ટકા જેટલી વધી પ્રતિ દિન ૫૦ લાખ બેરલ પહોંચી ગઈ છે. રશિયા તથા વેનેઝુએલા ખાતેથી આયાતમાં વધારો થતા એકંદર આયાતમાં વધારો જોવા મળ્યો છે એમ એનાલિટિકલ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું હતું. વર્તમાન મહિનામાં સાઉદી અરેબિયા તથા યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો થયો છે. 

એપ્રિલમાં ભારતની ક્રુડ તેલની દૈનિક સરેરાશ આયાત ૪૫ લાખ બેરલ રહી હતી. 

૨૦૨૫માં ક્રુડ તેલની સરેરાશ દૈનિક   આયાત ૪૮ લાખ બેરલ રહી હતી જ્યારે વર્તમાન મહિનાની ૫૦ લાખ બેરલની આયાત  કોઈ મેમાં અત્યારસુધીની સૌથી ઊંચી આયાત હોવાનું માનવામાં આવે છે. 

પશ્ચિમ એશિયાની તાણને પરિણામે  ભારત દ્વારા રશિયા તથા વેનેઝુએલા ખાતેથી ક્રુડ તેલની ખરીદીમાં વધારો થતા મેનો આંક ૫૦ લાખ બેરલ સુધી પહોંચી ગઈ છે. 

ચીન ખાતેથી માગ ઓછી રહેતા ભારત મેમાં અપેક્ષા કરતા વધુ ક્રુડ મેળવી શકયું હોવાનો પણ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. 

રશિયા પાસેથી ભારતે ક્રુડ તેલની ખરીદી ૨૩ ટકા વધારી પ્રતિ દિન ૧૯ લાખ બેરલ કરી છે, જે એપ્રિલમાં ૧૫ લાખ બેરલ રહી હતી. ૫.૪૦ લાખ બેરલ સાથે યુએઈ બીજો મોટો પૂરવઠેદાર રહ્યો છે. 

સાઉદી અરેબિયા ખાતેથી ૩.૯૮ લાખ બેરલની પ્રતિ દિન આયાત રહી હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. હોર્મુઝ ખાડીના  અવરોધને કારણે યુએઈ ખાતેથી આયાત  એપ્રિલની સરખામણીએ ચાર ટકા અને સાઉદી અરેબિયા ખાતેથી ૪૦ ટકા ઘટી છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤