લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

‘મારે એના હાથ અને બેટ પર ટેપ મારી દેવી પડશે…’, વિચિત્ર રીતે આઉટ થનારા સુદર્શન પર ગિલે કર્યો વ્યંગ | Shubman Gill says he will tie Sai Sudarsan hand with tap know why

by

Thenewsdk

Updated: 30-05-2026, 05.40 PM

Follow us:

‘મારે એના હાથ અને બેટ પર ટેપ મારી દેવી પડશે…’, વિચિત્ર રીતે આઉટ થનારા સુદર્શન પર ગિલે કર્યો વ્યંગ | Shubman Gill says he will tie Sai Sudarsan hand with tap know why



photo 1780140659404

Sai Sudharsan Hit Wicket: ગુજરાત ટાઇટન્સના સ્ટાર ઓપનર સાઈ સુદર્શન હાલમાં IPL 2026માં પોતાના અનોખા પ્રદર્શનને કારણે નહીં, પરંતુ કમનસીબ અને અજીબોગરીબ રીતે આઉટ થવાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. સાઈ સુદર્શન આ સીઝનમાં સતત બે વખત ‘હિટ-વિકેટ’આઉટ થયો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે બંને વખત તે બિલકુલ એકસરખી રીતે આઉટ થયો હતો. જોકે, આ અનોખી કમનસીબીને લઈને સુદર્શન પોતે પણ ભારે મજાકના મૂડમાં જોવા મળ્યો હતો અને તેણે પોતાના આઉટ થવા પર રમૂજી પ્રતિક્રિયા આપી હતી.

એક જ સીઝનમાં સતત 2 મેચમાં હિટ-વિકેટ થનાર પ્રથમ બેટર

સાઈ સુદર્શન IPL 2026ના ક્વોલિફાયર-2 મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ સામે ફરી એકવાર હિટ-વિકેટ આઉટ થયો હતો. આ પહેલાં ક્વોલિફાયર-1માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે પણ તે આ જ રીતે આઉટ થયો હતો. આ સાથે જ તે IPLના ઇતિહાસમાં એક જ સીઝનની સતત બે મેચમાં હિટ-વિકેટ થનારા દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

ક્વોલિફાયર-2 દરમિયાન સુદર્શન જ્યારે શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેના હાથમાંથી બેટ છૂટી ગયું હતું. આ બેટ હવામાં ઉડીને સીધું પાછળ સ્ટમ્પ્સ સાથે અથડાયું અને બેલ્સ પડી ગઈ. નિયમ મુજબ અમ્પાયરે તેને હિટ-વિકેટ આઉટ જાહેર કર્યો હતો. આ નજારો જોઈને મેદાન પરના ખેલાડીઓ, કોમેન્ટેટર્સ અને દર્શકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

‘હવે ગ્લવ્સમાં ગુંદર લગાવવો પડશે’ – સાઈ સુદર્શન

મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન જ્યારે સુદર્શનને આ અજીબોગરીબ આઉટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસતાં હસતાં કહ્યું: “મને લાગે છે કે હવે મારે કંઈક અલગ અજમાવવું પડશે. કદાચ મારે મારા ગ્લવ્સમાં ગુંદર લગાવવી પડશે અથવા ટેપનો ઉપયોગ કરવો પડશે. બેટને હાથ સાથે ચોંટાડી રાખવા માટે હવે કંઈક તો કરવું જ પડશે.”

તેણે આગળ ઉમેર્યું કે, સતત બે વાર આ રીતે આઉટ થવું ખરેખર અસામાન્ય છે અને હવે તે આગામી સમયમાં પોતાની બેટ ગ્રિપ પર ખાસ ધ્યાન આપશે.

RCB સામે પણ સર્જાયો હતો આવો જ નજારો

આ પહેલાં ક્વોલિફાયર-1માં RCB સામે પણ કંઈક આવું જ બન્યું હતું. તે મેચમાં સુદર્શને ફાસ્ટ બોલર જેકબ ડફીના બોલ પર જોરદાર કટ શોટ રમ્યો હતો. શોટ મારતી વખતે તેનું બેટ હાથમાંથી સરકી ગયું અને હવામાં ફંગોળાઈને પાછળ સ્ટમ્પ્સ પર જઈ પડ્યું. રસપ્રદ વાત એ હતી કે બોલ સીધો બાઉન્ડરી લાઇન પાર (ચોગ્ગો) થઈ ગયો હતો, પરંતુ બેટ સ્ટમ્પ્સ સાથે અથડાઈ ચૂક્યું હોવાથી નિયમ મુજબ તેને આઉટ આપવામાં આવ્યો હતો. RCB સામે સુદર્શને 9 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા.

શુભમન ગિલ અને રવિ શાસ્ત્રીએ ઉડાવી મજાક

સાઈ સુદર્શન ફરી એ જ શૈલીમાં આઉટ થતાં સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું. તો બીજી તરફ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે પણ મેચ બાદ મજાકિયા અંદાજમાં કહ્યું, “કદાચ હવે મારે તેના હાથ પર ટેપ બાંધી દેવી પડશે.” ગિલનું આ નિવેદન સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

માત્ર ગિલ જ નહીં, લાઈવ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ પોતાની જાતને રોકી શક્યા નહોતા. સુદર્શનને બીજી વાર આ રીતે આઉટ થતાં જોઈને રવિ શાસ્ત્રીએ માઈક પર તરત જ પૂછ્યું, “ફેવિકોલ ક્યાં છે?” શાસ્ત્રીની આ ટિપ્પણી સાંભળીને કોમેન્ટ્રી બોક્સમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો: કેપ્ટન્સી બાદ પંતને LSG ટીમમાંથી તગેડી મૂકશે? નિરાશાજનક પ્રદર્શનથી ભવિષ્ય પર લટકતી તલવાર

ક્રિકેટના ઇતિહાસની દુર્લભ ઘટના

વ્યાવસાયિક ક્રિકેટમાં હિટ-વિકેટ આઉટ થવાની ઘટના અત્યંત દુર્લભ માનવામાં આવે છે, કારણ કે આ સ્તર પર બેટર્સ પોતાના બેટ પર મજબૂત પકડ રાખતા હોય છે.  T20 ક્રિકેટમાં આવા આઉટ ખૂબ જ ઓછા જોવા મળે છે, પરંતુ સાઈ સુદર્શન સતત બે પ્લેઓફ મેચોમાં આ કમનસીબીનો ભોગ બનતાં આ ઘટના IPL 2026ની સૌથી યાદગાર અને અનોખી ક્ષણોમાંની એક બની ગઈ છે. ભલે કિસ્મતે સાથ ન આપ્યો, પણ સુદર્શને જે રીતે હળવાશથી આ ઘટનાને લીધી, તેણે ચાહકોના દિલ જીતી લીધા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤