લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

દીપિકાના કારણે અલ્લુ અર્જુનની રાકાનું શૂટિંગ અટકી પડયું | Allu Arjun’s Raaka shooting stopped due to Deepika

by

Thenewsdk

Updated: 06-06-2026, 06.50 AM

Follow us:

દીપિકાના કારણે અલ્લુ અર્જુનની રાકાનું શૂટિંગ અટકી પડયું | Allu Arjun’s Raaka shooting stopped due to Deepika



photo 1780679668379

– દીપિકા તારીખો જ આપતી નથી

– અન્ય કલાકારો તથા ક્રૂ મેમ્બર્સને તેમની તારીખો રિશિડયૂલ કરવા કહી દેવાયું

મુંબઇ : દીપિકા પદુકોણે તારીખો નહિ આપી હોવાથી અલ્લુ અર્જુન સાથેની તેની ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ અટકી પડયું હોવાનું કહેવાય છે. 

ડાયરેક્ટર એટલીએ કંટાળીને અન્ય કલાકારો તથા ક્રૂ મેમ્બર્સને નવી તારીખો એડજેસ્ટ કરવા  કહેવું પડયું છે. 

આ મહિને ફિલ્મનાં કેટલાંક એક્શન દ્રશ્યોનું શૂટિંગ થવાનું હતું. પરંતુ, દીપિકાએ હજુ સુધી પોતાની તારીખો કન્ફર્મ કરી નથી. આથી, આ મહિનાનું સમગ્ર શિડયૂલ ખોરવાયું છે. 

આ મહિને ફિલ્મમાં દીપિકાનો લૂક  પ્રગટ થવાનો હતો પરંતુ હવે તે પણ શક્ય નહીં બને. 

ઉલ્લેખનીય છે કે દીપિકાએ તાજેતરમાં પોતાની બીજી  પ્રેગનન્સી એનાઉન્સ કરી છે. આ ઉપરાંત તે  શાહરુખ ખાનની ‘કિંગ’ ફિલ્મનાં શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તેને કારણે તેનું પોતાનું શિડયૂલ પણ ખોરવાઈ ચૂક્યું છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤