લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

ગિલ-રાહુલની દમદાર બેટિંગથી ભારતનો અફઘાનિસ્તાન સામે વિજય, ગુરબાઝની મહેનત એડે છતાં નોંધાવ્યો મોટો રેકોર્ડ | India Beats Afghanistan By 7 Wickets In 1st ODI As Gill Hits 84 Gurbaz Smashes Record 48 Ball 100

by

Thenewsdk

Updated: 13-06-2026, 10.50 PM

Follow us:

ગિલ-રાહુલની દમદાર બેટિંગથી ભારતનો અફઘાનિસ્તાન સામે વિજય, ગુરબાઝની મહેનત એડે છતાં નોંધાવ્યો મોટો રેકોર્ડ | India Beats Afghanistan By 7 Wickets In 1st ODI As Gill Hits 84 Gurbaz Smashes Record 48 Ball 100



photo 1781371253152

India Vs Afghanistan 1st ODI : ધર્મશાલા ખાતે રમાયેલી રોમાંચક પ્રથમ વનડે મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે કરારી હાર આપી છે. વરસાદના કારણે આ મુકાબલો 4 કલાક અને 15 મિનિટના વિલંબથી શરૂ થયો હતો, જેના લીધે મેચને ઘટાડીને 25-25 ઓવરની કરવામાં આવી હતી. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ 24.5 ઓવરમાં 194 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે 13 બોલ બાકી રહેતા માત્ર 3 વિકેટ ગુમાવીને આ સરળ લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે 3 મેચોની વનડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

ગુરબાઝની તોફાની સદી, શાહિદી સાથે 116 રનની પાર્ટનરશીપ કરી

પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને માત્ર 26 રનના સ્કોર પર તેની 3 વિકેટો પડી ગઈ હતી. ઈબ્રાહિમ ઝાદરાન 1 રન, સેદિકુલ્લાહ અટલ 3 રન અને રહમત શાહ 3 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જોકે, ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝે આક્રમક બેટિંગ કરી હતી. તેણે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (27 રન) સાથે ચોથી વિકેટ માટે 116 રનની મજબૂત ભાગીદારી કરી હતી. ગુરબાઝે માત્ર 51 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 102 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. અઝમતુલ્લાહ ઓમરઝઈએ 26 રનનું યોગદાન આપ્યું હતું. ગુરબાઝ આઉટ થયા બાદ બાકીના બેટ્સમેનો ટકી શક્યા નહોતા અને આખી ટીમ 194 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત

ભારતના બે બોલરોએ ડેબ્યૂ મેચમાં 3-3 વિકેટ ઝડપી

ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરી રહેલા બંને યુવા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઝડપી બોલર ગુરનૂર બ્રારે પોતાની તેજ ગતિથી અફઘાન બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા અને 4.5 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ડેબ્યુ કરી રહેલા ડાબોડી સ્પિનર હર્ષ દુબેએ પણ 47 રનમાં 3 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીએ પણ બે-બે વિકેટ ઝડપી હતી.

શુભમન ગિલ અને કેએલ રાહુલની દમદાર બેટિંગ

195 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે કેપ્ટન શુભમન ગિલે સદી ફટકારી હતી. ઓપનર રોહિત શર્મા 16 રન બનાવીને રનઆઉટ થયો હતો, જે બાદ ગિલે ઈશાન કિશન (34 રન) સાથે 70 રનની ભાગીદારી કરી હતી. શ્રેયસ અય્યર માત્ર 12 રને આઉટ થયો હતો. ત્યારબાદ પાંચમા નંબરે આવેલા વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે મેદાન પર આવતા જ વિસ્ફોટ બેટિંગ શરૂ કરીને માત્ર 19 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને અણનમ 39 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 66 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 84 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને 22.5 ઓવરમાં જ જીત અપાવી દીધી હતી.

મેચમાં બનેલો નવો રેકોર્ડ

આ મેચમાં અફઘાનિસ્તાનના ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર સદી ફટકારીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગુરબાઝે માત્ર 48 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે જ તે અફઘાનિસ્તાન ક્રિકેટના ઈતિહાસમાં વનડે ફોર્મેટની અંદર સૌથી ઝડપી સદી લગાવનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

આ પણ વાંચો : રશિયા પાસેથી તેલ ખરીદીને કશું ખોટું નથી કર્યું…, યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤