લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vadodara Yard Remodeling: 4 Intercity and 8 MEMU Trains Affected From June 21

by

Thenewsdk

Updated: 20-06-2026, 10.44 AM

Follow us:

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vadodara Yard Remodeling: 4 Intercity and 8 MEMU Trains Affected From June 21



Vadodara Station Yard Remodeling: પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે 21મી જૂનથી આઠમી જૂલાઈ, 2026ના રોજ રમિયાન મેજર બ્લોક લેવામાં આવશે. જેને કારણે અમદાવાદથી વડોદરા તરફ આવતી જતી ચાર ઈન્ટરસિટી અને આઠ મેમુ ટ્રેનોને અસર પહોંચશે.

18 દિવસનો મેજર બ્લોક લેવાતા તમામ ટ્રેનો બાજવા સુધી જ દોડશે

મળતી માહિતી અનુસાર,, વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને લઈ 18 દિવસ સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નં. 19035-36 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ, 22959-60 જામનગર-વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ તેમજ ટ્રેન નં. 69113-14-15, 69107-08 અને 69101-02 વટવા-વડોદરા-વટવા મેમુ ટ્રેનો આ સમયગાળા દરમિયાન બાજવા સ્ટેશન સુધી જ દોડશે અને ત્યાંથી જ પરત ફરશે. 

બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે ટ્રેન નં. 59469 વડોદરા-વટવા મેમુ ટ્રેન 18 દિવસ સુધી વડોદરા સ્ટેશનના બદલે પ્રતાપનગર સ્ટેશનથી સવારના ૦૫.૪૦ કલાકે ઉપડીને વટવા તરફ આવવા નીકળશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤