લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

FIFA World Cup 2026: અમેરિકાએ રચ્યો ઇતિહાસ, 96 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપમાં કર્યું આ પરાક્રમ! | fifa world cup 2026 usa qualifies knockout stage round of 32 win against australia

by

Thenewsdk

Updated: 20-06-2026, 07.20 PM

Follow us:

FIFA World Cup 2026: અમેરિકાએ રચ્યો ઇતિહાસ, 96 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપમાં કર્યું આ પરાક્રમ! | fifa world cup 2026 usa qualifies knockout stage round of 32 win against australia



photo 1781963410987

USA in Round of 32: ફિફા વર્લ્ડ કપ 2026ના રોમાંચક મુકાબલાઓ વચ્ચે અમેરિકાની ફૂટબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરીને નોકઆઉટ સ્ટેજમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. અમેરિકાએ ઓસ્ટ્રેલિયાને 2-0થી પરાજય આપીને સત્તાવાર રીતે ‘રાઉન્ડ ઓફ 32’માં પ્રવેશ મેળવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં સહ-યજમાન મેક્સિકો પછી નોકઆઉટ સ્ટેજની ટિકિટ મેળવનારો અમેરિકા બીજો દેશ બન્યો છે.

સિયાટલ સ્ટેડિયમ ખાતે 20 જૂન 2026ના રોજ રમાયેલી આ ઐતિહાસિક મેચમાં જીત મેળવવાની સાથે જ અમેરિકાની ટીમે 96 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 1929 પછી આ પ્રથમ વખત બન્યું છે જ્યારે અમેરિકાએ ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત બે મેચ જીતવાનો અદભૂત કારનામો કરી બતાવ્યો હોય.

ઓસ્ટ્રેલિયાને એકતરફી મેચમાં આપી માત

મેચની શરૂઆતથી જ અમેરિકાની ટીમે ઓસ્ટ્રેલિયા સામે અત્યંત આક્રમક રણનીતિ અપનાવીને વિરોધી ટીમ પર સતત દબાણ જાળવી રાખ્યું હતું. અમેરિકાને મેચનો પ્રથમ ગોલ કરવામાં માત્ર 11 મિનિટનો સમય લાગ્યો હતો.

ટીમના સ્ટાર ખેલાડી ફોલારિન બાલોગુન ઓસ્ટ્રેલિયાની ડિફેન્સ લાઇનને કતરીને પેનલ્ટી એરિયામાં ઘૂસી ગયો હતો. આ દરમિયાન તેના શોટને રોકવાના ચક્કરમાં ઓસ્ટ્રેલિયાના ડિફેન્ડર કેમરન બર્ગેસ મોટી ભૂલ કરી બેઠો અને બોલ તેના જ ગોલ પોસ્ટમાં ચાલી ગયો. આ સેલ્ફ-ગોલના કારણે અમેરિકાને 11મી મિનિટે જ 1-0ની મહત્ત્વપૂર્ણ લીડ મળી ગઈ હતી.

શરૂઆતમાં જ ગોલ ખાધા પછી ઓસ્ટ્રેલિયાની ટીમે વાપસી માટે આકાશ-પાતાળ એક કર્યા હતા, પરંતુ તેઓ અમેરિકાના અભેદ ડિફેન્સને ભેદી શક્યા નહોતા. પ્રથમ હાફ પૂરો થવાની બરાબર 2 મિનિટ પહેલા એટલે કે મેચની 43મી મિનિટે અમેરિકાના સર્જિનો ડેસ્ટે એક પાવરફુલ શોટ ફટકાર્યો હતો. આ શોટ સીધો ગોલ પોસ્ટમાં નહોતો ગયો, પરંતુ ત્યાં હાજર એલેક્સ ફ્રીમેને શાનદાર હેડર લગાવીને તેને ગોલમાં ફેરવી દીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ ગોલ સામે રિવ્યૂ (VAR) લીધો હતો, પરંતુ રેફરીએ ઓસ્ટ્રેલિયાની અપીલ ફગાવીને ગોલ યથાવત રાખ્યો હતો. આ સાથે પ્રથમ હાફના અંતે અમેરિકા 2-0થી આગળ થઈ ગયું હતું.

બીજા હાફમાં ડિફેન્સિવ રમત

બીજા હાફમાં ઓસ્ટ્રેલિયાની ટીમે કમબેક કરવા માટે ઘણા આક્રમક હુમલા કર્યા હતા, પરંતુ અમેરિકાના મજબૂત ડિફેન્સે ઓસ્ટ્રેલિયાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બીજા હાફ દરમિયાન બંને ટીમો તરફથી એક પણ ગોલ નોંધાયો નહોતો અને મેચ 2-0ના સ્કોર સાથે અમેરિકાના પક્ષમાં પૂરી થઈ હતી.

96 વર્ષ બાદ સતત બે મેચમાં વિજય

આ ઐતિહાસિક જીત સાથે અમેરિકા નોકઆઉટ સ્ટેજમાં પહોંચી ગયું છે. આ પહેલાં 13 જૂનના રોજ રમાયેલી મેચમાં અમેરિકાએ પરાગ્વેને 4-1થી કારમો પરાજય આપ્યો હતો. આમ, વર્લ્ડ કપમાં સતત બે જીત મેળવીને અમેરિકાએ નવો ઇતિહાસ લખ્યો છે.

આ પણ વાંચો: IND vs AFG: 39ની ઉંમરે પણ ચિત્તા જેવી સ્ફૂર્તિ! રોહિત શર્માએ સ્લિપમાં ઝડપ્યા સતત 3 કેચ

ગ્રુપ Dમાં ટોપ પર રહેવાનો પડકાર

સતત બે શાનદાર જીત મેળવ્યા હોવા છતાં અમેરિકાની ટીમ ગ્રુપ Dમાં ટોપ પર જ રહેશે તે હજુ સંપૂર્ણ નક્કી નથી. ગ્રુપમાં સત્તાવાર રીતે ટોચનું સ્થાન જાળવી રાખવા માટે અમેરિકાએ તેની આગામી છેલ્લી લીગ મેચમાં તુર્કિયે સામે ઓછામાં ઓછી મેચ ડ્રો રમવી પડશે, અથવા તો પરાગ્વે સામે તુર્કિયેની ટીમ હારી જાય તેવી પરિસ્થિતિ પર નિર્ભર રહેવું પડશે.

હાલમાં અમેરિકાની ટીમ 6 પોઇન્ટ સાથે ગ્રુપ Dના પોઇન્ટ ટેબલમાં સૌથી ઉપર છે. હવે 26 જૂને અમેરિકાની ટીમ ગ્રુપ સ્ટેજની પોતાની છેલ્લી અને નિર્ણાયક મેચ તુર્કિયે સામે રમશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤