લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

લોકોને કદાચ ખબર નથી…’, ફાઈનલમાં તોફાની ઈનિંગ બાદ ટીકાકારો પર ભડક્યો હતો વૈભવ સૂર્યવંશી | india a win tri series vaibhav suryavanshi 94 runs match report ireland tour

by

Thenewsdk

Updated: 22-06-2026, 11.26 AM

Follow us:

લોકોને કદાચ ખબર નથી…’, ફાઈનલમાં તોફાની ઈનિંગ બાદ ટીકાકારો પર ભડક્યો હતો વૈભવ સૂર્યવંશી | india a win tri series vaibhav suryavanshi 94 runs match report ireland tour



photo 1782107797527

India A vs Sri Lanka A final 2026: ઇન્ડિયા-એ ક્રિકેટ ટીમે રવિવારે (21 જૂન) દામ્બુલાના રણગિરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં શ્રીલંકા-એ ટીમને 66 રને હરાવીને ટ્રાય સિરીઝ પર શાનદાર કબજો જમાવી લીધો છે. ભારતીય ટીમની આ ખિતાબી જીતના અસલી હીરો ઓપનર વૈભવ સૂર્યવંશી રહ્યા હતા. જેમણે પાવરપ્લેમાં જ મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું. વૈભવે 324.14 ના સ્ટ્રાઇક રેટથી માત્ર 29 બોલમાં 94 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. જેમાં 10 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. આ વિસ્ફોટક પ્રદર્શન બદલ વૈભવ સૂર્યવંશીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

દબાણ વગર રમ્યો અને કોચની સલાહથી પ્લાન સફળ કર્યો

ખિતાબી જીત બાદ 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગ શૈલી અને રણનીતિ અંગે ખુલીને વાત કરી હતી. વૈભવે જણાવ્યું હતું કે, બેટિંગ કરતી વખતે તે કોઈ મોટા દબાણમાં નહોતો અને તેનું ધ્યાન માત્ર શરૂઆતની 10 ઓવરનો મહત્તમ લાભ ઉઠાવવા પર હતું. તેણે સ્વીકાર્યું કે, શરૂઆતની મેચોમાં તેની યોજનાઓ સફળ નહોતી થઈ રહી, પરંતુ તેણે કોચ સાથે ચર્ચા કરી અને નેટ્સમાં તેના પર સખત મહેનત કરી હતી. આ આયોજન આખરે ફાઇનલ મેચમાં સફળ સાબિત થયું અને ટીમ માટે વિજયી ઇનિંગ્સ જોવા મળી હતી.

આ પણ વાંચો : શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી

લાંબી ઇનિંગ્સ રમવા અંગે ટીકાકારોને આપ્યો મસમોટો જવાબ

તાજેતરના દિવસોમાં ક્રિકેટ જગતમાં એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી કે પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો વૈભવ 50 ઓવરના ક્રિકેટ ફોર્મેટમાં લાંબી ઇનિંગ્સ કેવી રીતે રમી શકશે. આ સવાલો પર હસતાં હસતાં પ્રતિક્રિયા આપતા વૈભવે કહ્યું કે, તેણે આ સિરીઝમાંથી ઘણું શીખ્યું છે, પરંતુ તે અગાઉ પણ 50 ઓવરનું ક્રિકેટ ઘણું રમી ચૂક્યો છે, જેની લોકોને કદાચ માહિતી નથી. જુદી જુદી પિચો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમવું પડકારજનક હતું, છતાં તેણે આ પડકારનો ભરપૂર આનંદ લીધો હતો.

આઇપીએલ બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂની પ્રબળ સંભાવના

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 માં પોતાના રેકોર્ડતોડ પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશી સતત લાઈમલાઈટમાં છે. હવે આ ખિતાબી ઇનિંગ્સ બાદ તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વૈભવ હવે આગામી સમયમાં ભારતીય ટીમ સાથે પહેલા આયર્લેન્ડ અને ત્યારબાદ ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. રમતગમતના વિશ્લેષકોના મતે, આયર્લેન્ડના પ્રવાસ દરમિયાન જ વૈભવ સૂર્યવંશીનો ઇન્ટરનેશનલ ડેબ્યૂ થવાની પ્રબળ સંભાવના છે, જ્યાં ચાહકોને ફરી એકવાર તેની મોટી મેચ-વિનિંગ ઇનિંગ્સ જોવાની આશા રહેશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤