લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડ પર ICC ની ચાબુક, WTC પોઈન્ટ કાપવાની સાથે ભારે દંડ પણ ફટકાર્યો, જાણો શું હતો વાંક | icc penalizes england wtc points deducted slow over rate oval test

by

Thenewsdk

Updated: 22-06-2026, 11.16 AM

Follow us:

ઈંગ્લેન્ડ પર ICC ની ચાબુક, WTC પોઈન્ટ કાપવાની સાથે ભારે દંડ પણ ફટકાર્યો, જાણો શું હતો વાંક | icc penalizes england wtc points deducted slow over rate oval test



photo 1782107101151

England Fined by ICC: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 સાયકલ હેઠળ ઓવલના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હારનો સામનો કર્યા બાદ, હવે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની કડક કાર્યવાહીની ગાજ પડી છે. સ્લો ઓવર રેટના કારણે ICCએ ઇંગ્લેન્ડને માત્ર આકરો આર્થિક દંડ જ નથી ફટકાર્યો, પરંતુ તેના મહત્ત્વના પોઇન્ટ્સ પણ કાપી નાખ્યા છે. આ સજાના કારણે ઇંગ્લેન્ડની ફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે.

12 ઓવર પાછળ રહેતા ભોગવવો પડ્યો ભારે અંજામ

ઓવલ ટેસ્ટ દરમિયાન નિર્ધારિત સમય કરતાં ઇંગ્લેન્ડની ટીમ 12 ઓવર પાછળ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ગંભીર બેદરકારી બદલ ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરીના એન્ડી પાયક્રોફ્ટે ઇંગ્લેન્ડ પર મેચ ફીના 50%નો દંડ લગાવ્યો છે. આ સાથે જ, સૌથી મોટો ફટકો આપતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલમાંથી મહત્ત્વના 12 પોઇન્ટ્સ પણ બાદ કરી દીધા છે.

નિયમોની વાત કરીએ તો:

આર્ટિકલ 2.22 (ખેલાડીઓ માટેની આચારસંહિતા): નિર્ધારિત સમયમાં જેટલી ઓવર ઓછી ફેંકવામાં આવે, તે દરેક ઓવર દીઠ ખેલાડીઓની મેચ ફીમાંથી 5%નો કાપ મૂકવામાં આવે છે.

આર્ટિકલ 16.11.2 (WTC પ્લેઇંગ કન્ડિશન્સ): આ નિયમ મુજબ, સમયસર ઓવર પૂરી ન કરવા બદલ પ્રતિ ઓવર 1 ચેમ્પિયનશિપ પોઇન્ટ ગુમાવવો પડે છે. ઇંગ્લેન્ડ 12 ઓવર પાછળ હોવાથી તેના ખાતામાંથી 12 પોઇન્ટ્સ ઓછા કરી દેવાયા છે.

WTC પોઇન્ટ્સ ટેબલમાં ઇંગ્લેન્ડની સ્થિતિ ડામાડોળ

બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 253 રનની કારમી હાર અને ત્યારબાદ ICCના આકરા વલણને કારણે ઇંગ્લેન્ડ પોઇન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને ધકેલાઈ ગયું છે. ટીમના ખાતામાં હવે માત્ર 38 પોઇન્ટ્સ જ બચ્યા છે. એટલું જ નહીં, આ પેનલ્ટીના કારણે ઇંગ્લેન્ડનો પોઇન્ટ પર્સન્ટેજ પણ 34.72%થી સીધો ઘટીને 26.38% થઈ ગયો છે. ક્રિકેટ નિષ્ણાતોના મતે, હવે ઇંગ્લેન્ડ માટે WTC ફાઇનલના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.

કેપ્ટન જો રૂટે ભૂલ સ્વીકારી

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ઓન-ફિલ્ડ અમ્પાયરો (એડ્રિયન હોલ્ડસ્ટોક અને નિતિન મેનન), થર્ડ અમ્પાયર રોડ ટકર અને ફોર્થ અમ્પાયર ગ્રાહમ લોયડ દ્વારા મૂકવામાં આવેલા આ આરોપો અને સજાનો સ્વીકાર કરી લીધો છે. રૂટે પોતાની ભૂલ સ્વીકારી લેતા આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી.

આ પણ વાંચો: FIFA World Cup 2026: અમેરિકાએ રચ્યો ઇતિહાસ, 96 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપમાં કર્યું આ પરાક્રમ!

હવે નોટિંગહામમાં રમાશે ‘કરો કે મરો’ની ફાઇનલ જંગ

3 મેચોની આ રોમાંચક ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 115 રનથી જીતીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડે ઓવલમાં વળતો પ્રહાર કરીને સિરીઝ જીવંત રાખી છે. હવે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ 25 જૂનથી નોટિંગહામમાં રમાશે. આ મેચ જ શ્રેણીનો અસલી વિજેતા નક્કી કરશે. જો આ મેચ ડ્રોમાં પરિણમશે, તો શ્રેણી પણ ડ્રો જાહેર થશે અને બંને ટીમો વચ્ચે પોઇન્ટ્સ વહેંચી દેવામાં આવશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤