બોડેલી તાલુકાના નવાગામ ગ્રામ પંચાયત કચેરી ગામની ૧ કિ.મી.દુર બનાવવામાં આવી હતી. આ ગ્રામ પંચાયત કચેરી નવી બન્યા બાદ એકપણ દિવસ આ કચેરી તલાટી સરપંચે વહીવટ માટે ખોલી નથી. હાલ આ ગ્રામ પંચાયત કચેરી ધુળ ખાઈ રહી છે. જયારે ગ્રામ ૫ંચાયતના સત્તાધિશોએ ગ્રામ પંચાયત કચેરી તરફ ધ્યાન ન આપતા તેના બારી-દરવાજા તેમજ ઈલેકટ્રોનિક સાધનો પંખા તેમજ અન્ય સામાનની ચોરી થઈ ગઈ છે.
પ્રજાના હિત માટે ગ્રામ પંચાયત કચેરીની બિલ્ડિંગ બનાવી હતી. પરંતુ તેનુ ધ્યાન ન રાખવામાં આવતા ખંડર જેવી હાલત થઈ જવા ૫ામી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગામથી ૧ કિ.મી.દુર લોકોને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે.જયારે ગ્રામ પંચાયત કચેરી બનાવવામાં આવી હતી ત્યારે ગામ નજીક ગ્રામ પંચાયત કચેરી બનાવવાની હતી. પરંતુ તંત્રના અધિકારીઓ સરકારના નાણાં આડેધડ વાપરીને આવા બિલ્ડિંગ બનાવી સરકારી ચોપડે ખર્ચ પાડી દે છે. હાલ તો નવાગામ ગ્રામ પંચાયતની કચેરી દુધ ડેરીના મકાનમાં ચાલે છે. જેમાં તલાટી અને સરપંચ બેસે છે. જયારે ગ્રામ પંચાયત કચેરીનુ મકાન છે તેને રિનોવેશન કરીને ત્યાં ગ્રામ પંચાયત કચેરી ચલાવે તેવી લોકોની માંગ છે.



Leave a Comment