સંખેડા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ.આ સામાન્ય સભામાં સામાજીક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની રચના કરાઈ. તાજેતરમાં મંજુર થયેલા આવાસના મુદ્દે કેટલાક સભ્યોએ રજુઆતો કરી હતી. સંખેડા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી.
તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન મહિપાલસિંહ રાજપૂતનાં અધ્યક્ષસ્થાને મળેલી આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના સભ્યો, ટી.ડી.ઓ. જીગર પ્રજાપતિ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં સામાજીક ન્યાય સમિતિનાં સભ્યોના નામોની જાહેરાત કરાઈ હતી. જેમાં દિનેશભાઈ ગિરધરભાઈ રોહિત,કનુભાઈ વિરાભાઈ તડવી,ઉર્મિલાબેન રશ્મીકાંત વસાવા, ગણપતભાઈ કાળુભાઈ તડવી અને નરપતભાઈ મણીલાલભાઈ તડવી છે.
જ્યારે કારોબારી સમિતિમાં સોનલબેન ભરતભાઈ વસાવા, અજીતભાઈ શનાભાઈ તડવી, નીતાબેન શંકરભાઈ વસાવા, ભાવિકાબેન વિશાલભાઈ પટેલ, દિપીકાબેન વિજયભાઈ તડવી, મીનાબેન સુભાષભાઈ તડવી, અલ્પાબેન જીગ્નેશભાઈ ભીલ, રીટાબેન રોનકભાઈ પટેલ અને હસમુખભાઈ શનાભાઈ બારિયા હતાનો સમાવેશ કરાયો હતો.
મીટીંગ બાદ કેટલાક સભ્યોએ તાજેતરમાં આવાસના લાભાર્થીઓની આવેલી યાદી બાબતે બળાપો વ્યક્ત કર્યો હતો. જરિયાતમંદ બાકી રહી ગયા હોવાની રજૂઆત કરી હતી. જોકે આ બાબતે ગ્રામસભાએ નિર્ણય લઈને લાભાર્થીઓના નામોની યાદી ફાઈનલ કરવાની હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. એ અધિકાર ગ્રામસભાને હોવાનું પણ જણાવ્યું હતું.




Leave a Comment