લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

4 દિગ્ગજ ભારતીય કંપનીઓને અમેરિકાથી મોટી રાહત, બ્લેકલિસ્ટમાંથી કાઢી બહાર | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 07.29 PM

Follow us:

4 દિગ્ગજ ભારતીય કંપનીઓને અમેરિકાથી મોટી રાહત, બ્લેકલિસ્ટમાંથી કાઢી બહાર | Gujarat News


અમેરિકાના ટ્રેજરી ડિપાર્ટમેન્ટે તેના નવા પ્રતિબંધ અપડેટ હેઠળ ચાર ભારતીય કંપનીઓને ‘સ્પેશલી ડિઝિગ્નેટેડ નેશનલ્સ (SDN)’ યાદીમાંથી હટાવી દીધી છે. આ નિર્ણયના કારણે સંબંધિત કંપનીઓને આંતરરાષ્ટ્રીય વેપારમાં મોટી રાહત મળવાની શક્યતા છે. 

આ કંપનીઓના નામ સામેલ

હટાવવામાં આવેલી કંપનીઓમાં હૈદરાબાદની RRG એન્જિનિયરિંગ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ અને લોકેશ મશીન્સ લિમિટેડ, અમદાવાદની ગેલેક્સી બેરિંગ્સ લિમિટેડ તેમજ દિલ્હીની શૌર્ય એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ લગભગ બે વર્ષ પહેલાં અમેરિકાની ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કન્ટ્રોલ (OFAC)ની બેન લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.

21 ભારતીય સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો

2024માં OFACએ એક્ઝિક્યુટિવ ઓર્ડર 14024 હેઠળ કુલ 21 ભારતીય સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં 19 કંપનીઓ અને 2 વ્યક્તિઓ સામેલ હતા. આ કાર્યવાહીનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયન સરકારને સહાય પહોંચાડવાના આરોપોને અટકાવવાનો હતો. હવે આ કંપનીઓને યાદીમાંથી હટાવવામાં આવતા તેમની આંતરરાષ્ટ્રીય કામગીરી ફરી સરળ બનવાની શક્યતા છે.

ટ્રેજરી વિભાગે જણાવ્યું કે આ નિર્ણય વ્યાપક અપડેટનો ભાગ છે, જેમાં મેક્સિકોમાં ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલા કેટલાક વ્યક્તિઓ અને સંસ્થાઓને પણ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. સાથે જ જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન થયેલી લાઈસન્સિંગ પ્રવૃત્તિઓ અંગે પણ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

RRG એન્જિનિયરિંગ એવિએશન અને UAV ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલી કંપની

હટાવવામાં આવેલી કંપનીઓમાંથી ગેલેક્સી બેરિંગ્સ લિમિટેડ અને લોકેશ મશીન્સ લિમિટેડ શેરબજારમાં લિસ્ટેડ છે. લોકેશ મશીન્સના ગ્રાહકોમાં જ્હોન ડિયર, કમિન્સ, વોલ્વો, હોન્ડા અને સુઝુકી જેવી વૈશ્વિક કંપનીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ RRG એન્જિનિયરિંગ એવિએશન અને UAV ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલી કંપની છે. આ નિર્ણય બાદ સંબંધિત કંપનીઓના બિઝનેસ અને રોકાણકારોમાં સકારાત્મક અસર જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Donald Trump India Property Deal: ડોનાલ્ડ ટ્રમ્પની ભારતમાં પ્રોપર્ટી ડીલથી કરોડોની કમાણી, સામે આવી ચોંકાવનારી વિગતો!



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤