લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Car Crashes into Narmada Pipeline Air Valve, Water Gushes to Power Lines | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 08.41 PM

Follow us:

Car Crashes into Narmada Pipeline Air Valve, Water Gushes to Power Lines | Gujarat News


કચ્છના અંજાર બાયપાસ નજીક રિવેરા ફાર્મ પાસે આજે નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં સર્જાયેલી એક અકસ્માતની ઘટનાને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડની બાજુમાં આવેલા નર્મદા પાઈપલાઈનના એરવાલ્વ સાથે ભટકાઈ હતી.આ જોરદાર ટક્કરને કારણે એરવાલ્વ તૂટી ગયો હતો. જેના લીધે તેમાંથી પાણીના ફુવારા આસમાનને આંબી રહ્યા હતા.

https://www.instagram.com/reel/DaQRjwZil4w/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D

પાણીના ફૂવારા વીજ લાઈન સુધી પહોંચી ગયા

પાણીના પ્રવાહનું દબાણ એટલું વધારે હતું કે ફુવારા નજીકમાં પસાર થતી હાઈટેન્શન વીજ લાઈન સુધી પહોંચી ગયા હતા.જે ગંભીર દુર્ઘટનાનું કારણ પણ બની શક્યું હોત પરંતુ સદનસીબે કોઈ આકસ્મિક ઘટના બની નથી. અકસ્માતને પગલે રોડ પર પાણી પાણી થઈ ગયું હતું. અંજાર બાયપાસ પર પાણી ફરી વળતા વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.બનાવની જાણ થતા જ સ્થાનિક તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો પ્રવાહ રોકવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતમાં કારને પણ મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Weather: સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકાઓમાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો





Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤