લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Whatsapp ‘યુઝરનેમ’ ફીચર પર સરકાર કડક, METAને મોકલી નોટિસ | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 10.30 PM

Follow us:

Whatsapp ‘યુઝરનેમ’ ફીચર પર સરકાર કડક, METAને મોકલી નોટિસ | Gujarat News


કેન્દ્ર સરકારે વોટ્સએપના નવા Username ફીચરને લઈને Meta પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે. મળતી માહિતી મુજબ સરકારે કંપનીને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં આ ફીચર સંબંધિત સંપૂર્ણ વિગતો રજૂ કરવા જણાવ્યું છે. સાથે જ સરકારની સમીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ફીચર સામાન્ય યુઝર્સ માટે લોન્ચ ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

https://twitter.com/ANI/status/2072337432016822671

વોટસએપ ફીચર રજૂ કરવાની તૈયારીમાં

WhatsApp ટૂંક સમયમાં એવું ફીચર રજૂ કરવાની તૈયારીમાં છે, જેમાં યુઝર્સ પોતાનું અનોખું યુઝરનેમ બનાવી શકશે અને મોબાઈલ નંબર શેર કર્યા વગર અન્ય લોકો સાથે સંપર્ક કરી શકશે. કંપનીનું કહેવું છે કે આ ફીચરનો હેતુ યુઝર્સની પ્રાઇવસી વધારવાનો અને નંબર જાહેર કર્યા વગર વાતચીતને સરળ બનાવવાનો છે. ફીચર લોન્ચ પહેલાં યુઝર્સને પોતાની પસંદગીનું યુઝરનેમ રિઝર્વ કરવાની તક પણ આપવામાં આવશે.

યુઝરની ઓળખ કેવી રીતે ચકાસવામાં આવશે?

સરકારની મુખ્ય ચિંતા આ ફીચરના સંભવિત દુરુપયોગને લઈને છે. અધિકારીઓને આશંકા છે કે યુઝરનેમના આધારે કોઈ વ્યક્તિ અન્યની ઓળખ અપનાવી છેતરપિંડી અથવા ભ્રામક પ્રવૃત્તિઓ કરી શકે છે. તેથી સરકારે Meta પાસે પૂછ્યું છે કે આવા કિસ્સાઓ અટકાવવા માટે કયા સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે અને યુઝરની ઓળખ કેવી રીતે ચકાસવામાં આવશે.

સરકાર કરશે સમીક્ષા 

હાલ સરકાર આ ફીચરના ટેક્નિકલ, સુરક્ષા, ડેટા પ્રોટેક્શન અને પ્રાઈવસી સંબંધિત તમામ પાસાઓની સમીક્ષા કરી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ભારતામાં WhatsAppના Username ફીચરને મંજૂરી આપવી કે તેમાં ફેરફાર સૂચવવો તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી Metaને સરકારના પ્રશ્નોના જવાબ અને સમીક્ષા પૂર્ણ થવાની રાહ જોવી પડશે.

આ પણ વાંચો : Jharkhand : રામગઢની ચુટ્ટુપાલુ ઘાટીમાં બ્રેક ફેલ થતા ટ્રેલરે મચાવી તબાહી, 10થી વધુ વાહનો અથડાયા





Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤