લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Kutch Farmers Complete Kharif Sowing on 68,250 Hectares | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 11.56 PM

Follow us:

Kutch Farmers Complete Kharif Sowing on 68,250 Hectares | Gujarat News


સામાન્ય રીતે કચ્છમાં જૂન માસમાં વરસાદનું આગમન થઇ જતુ હોય છે, પરંતુ આ વખતે હજુ સુધી વરસાદના કોઇ એંધાણ જોવા મળતા નથી.ત્યારે વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખેડૂતોએ સારું ચોમાસું જશે તેવી આશામાં ખરીફ પાકનું મોંઘાદાટ બિયારણો લઇને પણ વાવેતર કરવામાં આવ્યું હતું.જેના પગલે અત્યાર સુધીમાં ૬૮,૨૫૦ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થવા પામ્યું છે, જેમાં સૌથી વધુ કપાસનું ૪૩,૫૧૮ હેક્ટરમાં અને મગફળીનું ૧૯,૨૯૩ હેક્ટરમાં વાવેતર જોવા મળી રહ્યું છે. ૨૦૨૫મા આ જ સમયગાળા દરમ્યાન ખેડૂતો દ્વારા ૬૯,૩૯૯ હેક્ટરમાં વાવેતર કરાયું હતું.આંકડાઓ જોતાં જિલ્લામાં પિયત ધરાવતા ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું હોવાનું પણ ચિત્ર ઉપસી રહ્યું છે.

શાકભાજી અને ઘાસચારાનું વાવેતર

આમ તો જિલ્લામાં જે રીતે ખેડૂતો દ્વારા સ્થાનિક પાણીનાં સ્રોત ઊભા કરવામાં આવ્યા છે તેમજ પિયત ધરાવતાં ખેડૂતો દ્વારા ખરીફ પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. નાયબ ખેતીવાડી અધિકારી શાન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કચ્છમાં ખેડૂતો આ વખતે પણ સારા વરસાદની આશાએ ખરીફ પાકનું મહતમ વાવેતર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ૬૮,૨૫૦ હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. ખેડૂતો હજુ પણ ખરીફ પાકનાં વાવેતરમાં જોતરાયેલા હોઈ આગામી દિવસોમાં વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતાઓ નકારી શકાય નહીં.જિલ્લામાં ખેડૂતો દ્વારા ખાસ કરીને જુવાર, મકાઇ, મગ, મગફળી, તલ, એરંડા, કપાસ, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.

જિલ્લામાં ખરીફ પાકનું થયેલ વાવેતર

ખરીફ પાકનાં થયેલા વાવેતર પર નજર કરવામાં આવે તો જુવારનું ૭૭ હેક્ટરમાં, મકાઇનું ૫ હેક્ટરમાં, મગનું ૯૭ હેક્ટરમાં, મગફળીનું ૧૯,૨૯૩ હેક્ટરમાં, તલનું ૯૩ હેક્ટરમાં, એરંડાનું ૫૮૯ હેક્ટરમાં, કપાસનું ૪૩,૫૧૮ હેક્ટરમાં, ગુવારનું ૩૪ હેક્ટરમાં, શાકભાજીનું ૧,૬૮૮ હેક્ટરમાં, ઘાસચારાનું ૨,૮૫૪ હેક્ટરમાં મળીને કુલ ૬૮,૨૫૦ હેક્ટરમાં વાવેતર થવા પામ્યું છે.

ખેડૂતો દ્વારા તાલુકા વાઇઝ કરાયેલું વાવેતર

કચ્છનાં વિવિધ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા કરાયેલા ખરીફ પાકનાં વાવેતરમાં અબડાસા તાલુકામાં ૧૧,૮૬૦ હેક્ટરમાં, અંજારમાં ૬,૨૪૭ હેક્ટરમાં, ભચાઉમાં ૩,૫૨૫ હેક્ટરમાં, ભુજમાં ૯,૭૩૬ હેક્ટરમાં, ગાંધીધામમાં ૭૧ હેક્ટરમાં, લખપતમાં ૧૯૯ હેક્ટરમાં, માંડવીમાં ૧૬,૩૨૮ હેક્ટરમાં, મુન્દ્રામાં ૨,૬૬૬ હેક્ટરમાં, નખત્રાણા તાલુકામાં ૬,૫૫૩ હેક્ટરમાં અને રાપરમાં ૧૧,૦૬૫ હેક્ટર મળીને કુલ ૬૮,૨૫૦ હેક્ટરમાં વાવેતરનો સમાવેશ થાય છે

આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤