માત્ર બે કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકવાને કારણે કડી શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. ખાસ કરીને કડીના કરણનગર રોડ પર અને આસપાસની રહેણાંક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. સોસાયટીઓમાં પાણી ભરાવાના કારણે પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા હતા અને રાત્રિના સમયે જ લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ હતી, જેના લીધે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
ગાયત્રી મંદિર વિસ્તાર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ
આ ઉપરાંત કડીનો પ્રખ્યાત ગાયત્રી મંદિર વિસ્તાર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આખો ગાયત્રી મંદિર વિસ્તાર જળબંબાકાર થતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. રાત્રિ દરમિયાન ખાબકેલા આ આકાશી આફત જેવા વરસાદે નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. વહેલી સવારથી જ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ પાણીનું સ્તર ઊંચું હોવાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.
આ પણ વાંચો—- Monsoon 2026 : વલસાડમાં સવાર-સવારમાં જ મેઘરાજાની જોરદાર બેટિંગ, મૂશળધાર વરસાદથી આખું શહેર બેટમાં ફેરવાયું
Leave a Comment