લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

AHMEDABAD FACTORY BLAST : અમદાવાદ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારાઓના મૃતદેહ વતન પહોંચ્યા, ચીસિયારોથી ગુંજી ઊઠ્યું આખું ગામ

by

Thenewsdk

Updated: 20-07-2026, 01.18 PM

Follow us:

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટનામાં કરુણાંતિકા સર્જાઈ છે. આ ભયાનક હોનારતમાં જીવ ગુમાવનાર દાહોદ જિલ્લાના 7 શ્રમિકોના મૃતદેહોને આજે તેમના વતન લાવવામાં આવ્યા હતા. એક જ પરિવારના 7 સભ્યોના અકાળે અવસાન થતાં સમગ્ર દાહોદ જિલ્લા સહિત તેમના વતનમાં શોકની ભારે કાલીમા છવાઈ ગઈ છે.

આ કરુણ બનાવની વિગત અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના 7 સભ્યો અમદાવાદના રામોલ સ્થિત ફટાકડા ફેક્ટરીમાં કામ કરતા હતા, જ્યાં અચાનક થયેલા ધમાકામાં તમામના કરુણ મોત નિપજ્યા હતા.

મૃતદેહ પહોંચતા જ હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા
આજે જ્યારે 7 મૃતકોના પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને ગોવિંદાતળાઈ ગામે પહોંચ્યા ત્યારે પરિવારજનો અને ગ્રામજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. એકસાથે એક જ ઘરના સાત-સાત સભ્યોની નનામી નીકળતા આખું ગામ આસુ સારે તેવા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા.

તંત્ર દ્વારા સાંત્વના અને કાનૂની કાર્યવાહી
આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું.

આ ઘટનાના પગલે સંજેલીના મામલતદાર, સ્થાનિક પોલીસ વિભાગના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો મૃતકોના નિવાસસ્થાને દોડી ગયો હતો. અધિકારીઓએ શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી અને આ અંગે જરૂરી સરકારી તથા કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

રોજીરોટી કમાવવા ગયેલા પરિવારના 7 સભ્યોના એકસાથે આ રીતે અકાળે અવસાન થતાં માત્ર ગોવિંદાતળાઈ ગામ જ નહીં, પરંતુ સમગ્ર દાહોદ જિલ્લામાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી ફરી વળી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤