બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને કન્ટેન્ટ ક્રિએટર-એક્ટ્રેસ સાહિબા બાલી લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાથે જોવા મળ્યા બાદ બંનેના ડેટિંગની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જો, કે હવે સાહિબા બાલીએ આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.
‘દરેક વાત પર વિશ્વાસ ન કરો’
સાહિબા બાલીએ અર્જુન કપૂર સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું, “દરેક વસ્તુ પર વિશ્વાસ ન કરો.” તેમની આ પોસ્ટ બાદ ડેટિંગની અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયો છે. અર્જુન કપૂરે હજુ સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
માર્કેટિંગથી એક્ટિંગ સુધીની સફર
5 ડિસેમ્બર, 1994ના રોજ કાશ્મીરી પરિવારમાં જન્મેલી સાહિબા બાલીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં લંડનમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું હતું. શરૂઆતમાં તેમણે માર્કેટિંગ ક્ષેત્રમાં કામ કર્યું હતું.
ઇમ્તિયાઝ અલીથી મળ્યો બ્રેક
સોશિયલ મીડિયા પરના તેમના કન્ટેન્ટથી પ્રભાવિત થઈને ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીએ તેમને ‘લૈલા મજનું’ માટે ઓડિશન આપવાની તક આપી હતી. લીડ રોલ ન મળ્યો હોવા છતાં ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવીને તેમણે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી.
OTT પર બનાવી અલગ ઓળખ
સાહિબા બાલી ‘બાર્ડ ઓફ બ્લડ’ વેબ સિરીઝ અને નેટફ્લિક્સની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં પણ જોવા મળી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પણ તેમની સારી ફેન ફોલોઇંગ છે અને તેઓ પોતાના કન્ટેન્ટથી સતત ચર્ચામાં રહે છે.




Leave a Comment