લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

IND vs ZIM 2nd T-20 : અશોક શર્મા બહાર, આ ખેલાડી કરશે ડેબ્યૂ! બીજી T-20માં આવી હોઈ શકે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

by

Thenewsdk

Updated: 25-07-2026, 04.08 PM

Follow us:

ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચોની T-20 સીરીઝની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટે કરારી હાર આપી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ મેચમાં બોલિંગમાં મયંક યાદવ અને પ્રિન્સ યાદવે તરખાટ મચાવ્યો હતો, જ્યારે બેટિંગમાં માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડબ્રેક અડધી સદી ફટકારીને મેચ પૂરી કરી દીધી હતી.

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં એક બદલાવની શક્યતા
હવે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ સીરીઝ પર કબજો કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચે સીરીઝની બીજી મેચ શનિવારે (25 જુલાઈ) હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાવાની છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બહુ મોટા ફેરફારોની શક્યતા નથી, પરંતુ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં એક બદલાવ જોવા મળી શકે છે.

વૈભવ અને અભિષેક કરશે ઓપનિંગ!
પ્રથમ મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 50 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. વૈભવ બીજી T-20માં પણ ઓપનિંગ કરતો જોવા મળશે. પ્રથમ મેચ દરમિયાન ફીલ્ડિંગ કરતી વખતે અભિષેક શર્માની આંગળીમાં ઈજા થઈ હતી. તે થોડીવાર માટે મેદાન બહાર પણ ગયો હતો પરંતુ, બાદમાં બેટિંગ કરવા પાછો ફર્યો હતો (જોકે તે માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો). જો મેડિકલ ટીમ તેને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરશે તો પ્લેઈંગ-11માં તેનું સ્થાન પાક્કું છે અને ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપવાના મૂડમાં નથી.

આ ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં સંભાળશે ટીમની કમાન
મિડલ ઓર્ડરમાં કેપ્ટન શ્રેયસ અય્યર, તિલક વર્મા, રિંકુ સિંહ અને વિકેટકીપર ઈશાન કિશન ટીમની કમાન સંભાળશે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસમાં નિરાશા મળ્યા બાદ, હાલમાં ટીમ મેનેજમેન્ટ વિનિંગ કોમ્બિનેશન જ જાળવી રાખવા માંગશે. વિકેટકીપર બેટર પ્રભસિમરન સિંહ ટીમમાં છે ખરો, પરંતુ તેણે પોતાની તકની રાહ જોવી પડશે.

…તો યશ ઠાકુર કરશે ડેબ્યૂ!
પ્રથમ મેચમાં નવી બોલથી મયંક યાદવ અને પ્રિન્સ યાદવે ઘાતક સ્પેલ ફેંક્યો હતો અને ઝિમ્બાબ્વેના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. રવિ બિશ્નોઈએ પણ 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જોકે, ડેબ્યૂ કરનાર અશોક શર્મા વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેણે 4 ઓવરમાં 29 રન આપ્યા હતા. આથી, બીજી T20 મેચમાં ઝડપી બોલર યશ ઠાકુરને તક મળી શકે છે. જો યશ મેદાનમાં ઉતરશે તો આ તેની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ મેચ હશે. બીજી તરફ, ઝિમ્બાબ્વેની ટીમમાં મોટા ફેરફારોની શક્યતા ઓછી છે. ઈનોસન્ટ કાઈયા સ્ક્વોડમાં સામેલ થઈ ચૂક્યો છે, પરંતુ તેણે બેન્ચ પર જ બેસવું પડી શકે છે. ઝિમ્બાબ્વેની ટીમ પોતાના કેપ્ટન સિકંદર રઝા પાસે શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખશે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11 (Probable Playing-11):
ટીમ ઈન્ડિયા:
વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર અને મયંક યાદવ.

ઝિમ્બાબ્વે:
બ્રાયન બેનેટ, બેન કરન, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રિયાન બર્લ, વેસ્લી મધેવેરે, તાદિવાનાશે મારુમાની (વિકેટકીપર), બ્રેડ ઈવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચર્ડ નગારાવા અને બ્લેસિંગ મુઝારાબાની.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤